2016ના માત્ર 88ના આંકની સામે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર, 2023 સુધીમાં 983 કંપનીઓના શેરમાં રોકાણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં રોકાણ તબક્કાવાર નવા શિખરસર કરી રહ્યું છે. આ સાથે ઉદ્યોગનું રોકાણ ધરાવતી કંપનીઓની સંખ્યામાં પણ વધારો થયો. ઇક્વિટી ફંડ્સમાં વધતા રોકાણ વચ્ચે હાલમાં મ્યુચ્યુઅલ ફંડના નાણાંનું રોકાણ લગભગ 1,000 કંપનીઓમાં થાય છે.
પ્રાઈમએમએફ ડેટાબેઝના ડેટા અનુસાર ઓછું ફ્રી ફ્લોટ ધરાવતા શેરમાં જ મોટાભાગનું રોકાણ ધરાવે છે એટલેકે તે મર્યાદિત લિક્વિડિટી ધરાવતા શેરમાં તેમનું રોકાણ વધારે છે.
સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને લગભગ રૂૂ. 48 લાખ કરોડ થઈ હતી, જેમાંથી અડધાથી વધુ ઇક્વિટી ફંડ દ્વારા જમા કરવામાં આવી હતી. કોવિડ-19ની અનિશ્ર્ચિતતા વચ્ચે જુલાઈ 2020માં આ કંપનીઓની સંખ્યા ઘટીને 792 થઈ ગઈ હતી અને બાદમાં તેમાં ઝડપથી વધારો થયો છે. જાણકારોના જણાવ્યા મુજબ કોરોના વેરા લોકોની આવક પર અસર થતા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઘટતા તેની પ્રતિકૂળ અસર થઇ હતી. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સપ્ટેમ્બર 2023 સુધીમાં 983 કંપનીઓના શેરમાં રોકાણ કર્યું હતું, જ્યારે 2016માં આ આંકડો માત્ર 88 હતો. તમામ 983 કંપનીઓનું એનાલિસિસ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડોએ નાની કંપનીઓમાં રસ વધાર્યો છે કારણ કે તેઓએ તેમના પોર્ટફોલિયોમાં સુધારો કર્યો છે અને મૂડી પ્રવાહમાં વધારો કર્યો છે.ટોપ-100 હોલ્ડિંગ્સમાં કંપનીનું સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂૂ. 90,000 કરોડ હતું. ત્યારબાદની 100 હોલ્ડિંગમાં લગભગ રૂૂ. 32,000 કરોડ અને તેનાથી નીચેના એટલેકે (201-983 રેન્ક) માટે માર્કેટ કેપ રૂૂ. 6000 કરોડથી ઓછી છે. ફ્રી ફ્લોટ પબ્લિકના હાથમાં અને ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શેરનો સંદર્ભ આપે છે. ટોપ-100 હોલ્ડિંગ્સમાં સરેરાશ ફ્રી ફ્લોટ આશરે રૂૂ. 43,000 કરોડ હતો. ત્યારબાદના 100 શેરો માટે આ ઘટીને રૂૂ. 15,000 કરોડથી પણ ઓછું થઈ ગયું છે. બાદના બાકીના અનુગામી શેર્સ માટે સરેરાશ ફ્રી ફ્લોટ આશરે રૂૂ. 2,000 કરોડ હતો. સ્મોલકેપ ફંડોમાં રોકાણકારોની રુચિ પાછલા વર્ષમાં વધી છે. સપ્ટેમ્બર 2022માં પાંચમા સ્થાનની તુલનામાં ફંડ કેટેગરીની એયુએમ 61 ટકા વધીને રૂૂ. 1.98 લાખ કરોડ થયા એયુએમ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી છે.