ગોવા પ્રવાસન વિભાગ દ્વારા યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો

ગોવાના પ્રવાસન વિભાગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં વિલા છે. એવો આરોપ છે કે વિલાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તેનો ‘હોમસ્ટે’ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવરાજને 8 ડિસેમ્બરે સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. ગોવા ટુરિઝમ બિઝનેસ એક્ટ, 1982 હેઠળ નોંધણી કરાવ્યા પછી જ રાજ્યમાં ‘હોમસ્ટે’ ચલાવી શકાય છે.

રાજ્યના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે વિલા ‘કાસા સિંહ’ના સરનામે નોટિસ જારી કરી હતી. જેમાં યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વિલા ઉત્તર ગોવાના મોર્જિમમાં છે.

શું કહેવામાં આવ્યું નોટીસમાં ?

નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, પ્રવાસન વેપાર અધિનિયમ હેઠળ મિલકતની નોંધણી ન કરવા બદલ તેમની સામે દંડની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. જો આ કેસમાં દોષી સાબિત થાય તો એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.