કેરી, જામફળ, પપૈયા સહિતના ફળો પર ગરમીની ખરાબ અસર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગ્લોબલ વોર્મિંગ અસર ફળોના આકાર અને સ્વાદ પર પડવા લાગી છે. છલ્લા 50 વર્ષમાં અસંતુલીત અને વધતી ગરમીના કારણે ફળોને મોટું નુકશાન થયું છે. ફળોના આકાર અને ઉત્પાદન તો ઘટયા જ છે પણ તેની મીઠાશ પણ ઘટી ગઈ છે. ત્રણ વર્ષના અધ્યયન બાદ ચંદ્રશેખર આઝાદ કૃષિ તેમજ ટેકનોલોજી વિશ્વ વિદ્યાલય ના ઉદ્યાન વિભાગ અધ્યક્ષ ડો. વી.કે.ત્રિપાઠીએ આ દાવો કર્યો છે.
ડો. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ભારે ગરમીથી ફળની મીઠાશમાં 5થી10 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ફળોનાં પાકનું ચક્ર પણ બગડયું છે. અનેક ફળો સમય પહેલા જ બજારમાં આવી રહ્યા છે. ડો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અધ્યયન દરમિયાન આ ફેરફાર જામફળ, પપૈયુમાં પણ જોવા મળ્યા છે. જો કે તેમની પાસે પાકી માહિતી કેરીના છે. તેમના અનુસાર કેરીમાં માર્ચથી મોર આવે છે. આ દરમિયાન 25થી30 ડીગ્રી સેલ્સીયસ તાપ માન હોવું જોઈએ પણ તે 40 ડીગ્રી સેલ્સીઅસ સુધી પહોંચી રહ્યું છે. જેની પરાગનયન પર અસર થાય છે અને તેની અસર ફળો પર
થાય છે.
વૃક્ષ પર ઓછા ફળ આવે છે અને તેના આકાર પણ નાના રહી જાય છે અને સમય પહેલા જ પાકી જાય છે. આ ફેરફાર થયા. અગાઉ જેટલા ક્ષેત્રફળમાં કેરીનું ઉત્પાદન 8થી10 કવીન્ટલ થતું હતું તે હવે 5થી6 કવીન્ટલ થઈ રહ્યું છે. પહેલા કેરીનું વજન 200થી250 ગ્રામ હતું તે હવે ઘટીને 175 થી 200 ગ્રામ હતું તે હવે ઘટીને 175 થી 200 ગ્રામ થઈ ગયું છે. અગાઉ જયાં વૃક્ષ પર પાકતા જ દશેટી કેરીનો રંગ ઘાટો પીળો થઈ જતો હતો તે હવે હલકો પીળો થઈ રહ્યો છે. કેરીની જાણીતી જાત દશેરી પહેલી જૂને આવતી હતી, હવે તે પહેલી મે માં આવવા લાગી છે અને તેની મીઠાશ સતત ઘટતી રહી છે.
- Advertisement -
એપ્રિલ પપૈયા પર પડી રહ્યું ભારે: ભારે ગરમી પપૈયુ અને તેની ખેતી કરતા ખેડૂતો પર મુસીબત બની રહી છે. પપૈયાની ખેતી મુખ્યત્વે એપ્રિલમાં થાય છે અને આ મહિને અચાનક ભારે ગરમીથી આ ફળનું લિંગાનુપાત (જાતિ ગુણોતર) બદલી રહ્યો છે. પપૈયામાં નર ફળ હળવું અને પાતળું હોય છે અને માદા ફળ ભારે અને મોટું હોય છે. ડો. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં એપ્રિલમાં તાપમાનમાં અચાનક 40 ડીગ્રી સુધી પહોંચી રહ્યું છે. આથી વૃક્ષ પર માદા ફળ ખૂબ જ ઓછા અને નર ફળ કયાંક વધુ લાગી રહ્યા છે.