By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    14 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    14 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકારણીઓ શું 2 બેઠક પર ચૂંટણી લડી શકે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાજકારણીઓ શું 2 બેઠક પર ચૂંટણી લડી શકે?
ખાસ-ખબરરાષ્ટ્રીય

રાજકારણીઓ શું 2 બેઠક પર ચૂંટણી લડી શકે?

Khaskhabar Editor
Last updated: 2024/05/04 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

એ નિયમ વિશે જાણો, જેની મદદથી રાજકારણીઓ એક જ ચૂંટણીમાં 2 બેઠકો પરથી કરી શકે છે ઉમેદવારી

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

લોકસભા ચૂંટણી હવે નજીક છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા તબક્કામાં 195 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને હવે ટૂંક સમયમાં ચૂંટણી પંચ અધિકારિક જાહેરાત પણ કરશે. કોંગ્રેસે હજુ કોઇ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ મીડિયા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટી રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારશે, જ્યારે અમેઠી બેઠક પરથી ફરી એક વખત રાહુલ ગાંધી ઉમેદવારી કરશે. જોકે, તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાયબરેલી અને અમેઠી બંને બેઠકો પર ગાંધી-નેહરુ પરિવારનું વર્ચસ્વ રહ્યું છે.

જોકે, 2019માં રાહુલ ગાંધીએ બાપ-દાદા તરફથી મળેલી બેઠક પર સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરતાં દાયકાઓ બાદ બેઠક ગાંધી પરિવાર પાસેથી છૂટી હતી. જ્યારે રાયબરેલી પર સોનિયા ગાંધી હાલ સાંસદ છે. તેઓ હવે રાજ્યસભા ગયાં હોવાથી અહીં પાર્ટી તેમની પુત્રી પ્રિયંકા ગાંધીને ઉતારવા વિચારી રહી હોવાનું કહેવાય છે. જોકે, હજુ કશું જ નક્કી નથી અને હાલ માત્ર ચર્ચાઓ ચાલે છે. કોંગ્રેસ રાહુલ ગાંધીને 2 બેઠક પર લડાવવા માટે વિચારી રહી હોવાનું હાલના તબક્કે જણાય રહ્યું છે. જેથી પ્રશ્ર્ન થવો સ્વાભાવિક છે કે શું 2 બેઠકો પરથી ચૂંટણી લડી શકાય? કે તેનાથી વધુ બેઠકો પર પણ ઉમેદવારી થઈ શકે? આનો સરળ જવાબ છે- હા. કોઇ પણ ઉમેદવાર એકથી વધુ બેઠક પરથી લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડી શકે, પરંતુ આ માટે પણ મર્યાદા છે. 2 બેઠકોથી વધારે સીટો પર એક વ્યક્તિથી ઉમેદવારી કરી શકાય નહીં. પણ 2 બેઠકો પર એકસાથે એક જ ચૂંટણીમાં ઉમેદવારી થઈ શકે છે.

આ નિયમ જાણવા માટે રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 જોવો પડે, જેમાં ચૂંટણીઓથી માંડીને ઉમેદવારો અને તેમની લાયકાત-ગેરલાયકાત બાબતની તમામ જોગવાઈઓ છે અને તેના આધારે જ દેશમાં ચૂંટણી યોજાય છે. આ એક્ટની કલમ 33ની પેટાકલમ (7) જણાવે છે કે કોઇ પણ વ્યક્તિ 2થી વધુ લોકસભા બેઠકો પર ઉમેદવારી કરી શકશે નહીં. આ જ નિયમ વિધાનસભા માટે પણ લાગુ પડે છે. જો કોઇ ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં (વિધાનસભા માટે પણ સમાન નિયમ લાગુ પડે છે) 2 બેઠકો પરથી ઉમેદવારી કરે અને બંને બેઠકો પર ચૂંટાઈ આવે તો પરિણામ ઘોષિત થયાના 14 દિવસની અંદર તેણે બેમાંથી એક બેઠક ખાલી કરી દેવી પડે છે. જો તેમ ન કરે તો બંને બેઠકો ખાલી થયેલી જાહેર કરી દેવામાં આવે છે. રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 70માં આ બાબતની જોગવાઈ છે.

- Advertisement -

2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી લડ્યા હતા. વડોદરા અને વારાણસી. તેઓ આ બંને બેઠકો પરથી જંગી બહુમતીથી જીત્યા હતા. વડોદરા બેઠક પરથી તેઓ 5.70 લાખ મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે વારાણસી બેઠક પરથી 3.71 લાખ મતોથી જીત મેળવી હતી. પરિણામ બાદ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને જ્યાં પેટાચૂંટણી થતાં ભાજપે રંજનબેન ભટ્ટને ટીકીટ આપી હતી, જેઓ હાલ સાંસદ છે.

વાજપેયી, ઈન્દિરા અને મોદી સહિતના નેતાઓ યાદીમાં સામેલ
અહીં નોંધનીય છે કે 1951ના મૂળ કાયદામાં બેઠકોની મર્યાદાની જોગવાઇ ન હતી, એટલે એક વ્યક્તિ એક કરતાં વધુ બેઠકો પર ઉમેદવારી કરી શકતી. 1957ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીએ ઞઙની બલરામપુર, મથુરા અને લખનૌ એમ ત્રણ બેઠકો પરથી ઉમેદવારી કરી હતી. જેમાંથી તેઓ બલરામપુરથી જીત્યા હતા. એકથી વધુ બેઠકો પર ચૂંટણી લડનારા નેતાઓમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું નામ પણ સામેલ છે.

કટોકટી બાદ થયેલી 1977ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ ત્યારે તેઓ રાયબરેલી પરથી તો લડ્યાં જ, પરંતુ સુરક્ષિત બેઠક મેદક (હાલ તેલંગાણામાં) પરથી પણ ઉમેદવારી કરી હતી. જોકે, તેઓ બંને બેઠકો પરથી જીતી ગયાં હતાં, પણ પછીથી દક્ષિણની બેઠક ખાલી કરી દીધી હતી.

ત્યારબાદ પણ અનેક નેતાઓએ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો. 1991માં વાજપેયી વિદિશા અને લખનૌ એમ બે બેઠકો પરથી લડ્યા હતા. (મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી આ વખતે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડશે) આ જ 1991ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી નવી દિલ્હી અને ગાંધીનગર બેઠક પરથી લડ્યા હતા. 1999માં સોનિયા અમેઠી અને કર્ણાટકની બેલારી બંને બેઠકો પર ઉમેદવાર હતાં. પછીથી બંને બેઠકો પરથી જીતતાં બેલારી બેઠક ખાલી કરી દીધી હતી. જ્યારે 2014માં સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરી એમ બે બેઠકો પરથી લડ્યા હતા. 2009માં લાલુ પ્રસાદ યાદવે પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી.

સરકારે વિરોધ કર્યો હતો, ચૂંટણી પંચ ‘એક બેઠક-એક ઉમેદવાર’ના સમર્થનમાં
વર્ષ 2018માં સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ‘એક ઉમેદવાર, એક મતવિસ્તાર’ લાગુ કરવું હોય તો સંશોધન કરવાની જરૂર પડશે, કારણ કે એક્ટની કલમ 33(7) હેઠળ 2 બેઠકો પર લડવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઇ ઉમેદવારનો ચૂંટણી લડવાનો અને લોકોનો તેમને ચૂંટવાનો અધિકાર બાધિત કરી શકાય નહીં. જોકે, તે સમયે ચૂંટણી પંચે આ અરજીનું સમર્થન કર્યું હતું અને 2018માં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે સંસ્થાએ જુલાઈ, 2004માં 1951ના એક્ટની કલમ 33(7)માં સુધારો કરવા માટે ભલામણ કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, ઘણા કિસ્સાઓમાં બન્યું છે કે કોઇ વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડીને બંને પરથી જીતે. આ કિસ્સામાં તેમણે એક બેઠક ખાલી કરવી પડે છે અને ત્યાં પેટાચૂંટણી યોજવી પડે છે, જેના લીધે ફરીથી તમામ પ્રક્રિયા અને ખર્ચ થાય છે.

You Might Also Like

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

TAGGED: Lok Sabha Election 2024, Politicians
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન અલગ અંદાજમાં વેગવંતુ થયું
Next Article નાગરિક સુવિધા કેન્દ્રમાં ગળા ઉપર બ્લેડ મારી દેતા યુવતીનું મોત, યુવક ગંભીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?