ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા આયોજિત સામાન્ય જ્ઞાન કસોટી 2024 માં કોલેજની 25 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. કસોટીનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો.
- Advertisement -
કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા.છાયાબેન શાહે ભૂમિકા ભજવી .પ્રિન્સિપાલ ચાવડા સાહેબે તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફનો સહયોગ મળ્યો.