મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટનામાં પીડિત પરિવાર દ્વારા આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવા અરજી કરવામાં હતી. આ અરજી મુદ્દે ગઈકાલે મંગળવારે પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં વધુ સુનાવણી આગામી 1 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટનામાં મૃત્યુ પામેલા પરિવાર દ્વારા આરોપી જયસુખ પટેલ અને અન્ય આરોપી સામે 302 ની કલમ ઉમેરવા મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે મુદ્દે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ પી. સી. જોશીની કોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં આ કેસના આરોપી જયસુખ પટેલ, ઓરેવા ગ્રુપના મેનેજર, ઝુલતા પુલનું મેન્ટેનન્સ કરનાર દેવ પ્રકાશ સોલ્યુશન સંચાલકો સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં પીડિત પરિવારના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં પીડિત પરિવાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુદ્દામાં થોડી અસ્પષ્ટતા હોવાનું પણ સામે આવ્યું હતું જેથી વધુ સુનાવણી આગામી તા. 1 નવેમ્બર ના રોજ હાથ ધરવામાં આવી છે.
ઝુલતા પુલ કેસમાં આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવાની અરજીની 1લી નવેમ્બરે વધુ સુનાવણી
Follow US
Find US on Social Medias