એલસીબી ટીમે રૂ. 2.87 લાખના વિદેશી દારૂ સાથે આરોપીની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે રૂ. 2.87 લાખની વિદેશી દારૂની 721 બોટલ સાથે ટ્રકચાલક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અણીયારી ટોલનાકા પાસેથી બાતમીના આધારે અમદાવાદ તરફથી આવતા ટ્રક નં. જીજે-12-બીઝેડ-7831 ને અટકાવીને તલાશી લેતા તેમાં બનાવેલ ચોરખાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ડ્રાઈવર હનુમાનરામ ક્રિષ્નારામ ઢાકા (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. આ ટ્રકમાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 721 બોટલ (કિં.રૂ. 2,87,580) કબ્જે કરીને આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.