રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) માટે મતદાન સોમવારે શરૂ થયું હતું, જેમાં દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) NDAના ઉમેદવાર છે તો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha) આમને-સામને છે. સોમવારે સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સૌથી પહેલા મતદાન કરનારાઓમાં સામેલ થયા હતા. મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. ભારત 15મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે આવો જોઈએ કે ભૂતકાળમાં કોણે-કોણે દેશની સેવા કાજે આ પદ શોભાવ્યું છે.
- Advertisement -
ડૉ રાજેન્દ્ર પ્રસાદ – 26 જાન્યુઆરી 1950થી 13 મે 1962 ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેમણે સૌથી લાંબો સમય એટલે કે 12 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી.
- Advertisement -
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – 13 મે 1962થી 13 મે 1967 ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ હતા. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડૉ. ઝાકિર હુસૈન – 13 મે 1967થી 3 મે 1969 ડૉ. ઝાકિર હુસૈન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા અને તેમના સેવાકાળ દરમિયાન જ તેઓ મૃત્યુ પામ્યા. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વીવી ગિરીને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તે પછી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ 20 જુલાઈ 1969થી 24 ઑગસ્ટ 1969 સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. હુસૈન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ પણ હતા.
વીવી ગિરી – 24 ઑગસ્ટ 1969થી 24 ઑગસ્ટ 1974 વીવી ગિરિ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે, જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમને 1975માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
ફખરુદ્દીન અલી અહેમદ – 24 ઑગસ્ટ 1974થી 11 ફેબ્રુઆરી 1977 ફખરુદ્દીન અલી અહેમદ પાંચમા રાષ્ટ્રપતિ બન્યા અને બીજા રાષ્ટ્રપતિ બન્યા જેનું પદ પર અવસાન થયું. તેમના નિધન બાદ બી.ડી.જાટ્ટાને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
નીલમ સંજીવા રેડ્ડી – 25 જુલાઈ 1977થી 25 જુલાઈ 1982 નીલમ સંજીવા રેડ્ડી ચૂંટાયેલા સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા અને આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યપ્રધાન પણ હતા.
ગિયાની ઝૈલ સિંહ – 25 જુલાઈ 1982થી 25 જુલાઈ 1987 ગિયાની ઝૈલ સિંહ ભારતના સાતમા રાષ્ટ્રપતિ હતા અને રાષ્ટ્રપતિ બનતા પહેલાં તેઓ પંજાબના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન પણ હતા.
આર વેંકટરામન – 25 જુલાઈ 1987થી 25 જુલાઈ 1992 વેંકટરામન અગાઉ 1984થી 1987 સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન બદલ `તામ્ર પત્ર` પણ આપવામાં આવ્યું છે.
ડૉ. શંકર દયાલ શર્મા – 25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997 1952થી 1956 સુધી, ડૉ. શંકર દયાલ શર્મા શર્મા ભોપાલના મુખ્યપ્રધાન અને 1956થી 1967 સુધી કેબિનેટ પ્રધાન હતા. તેઓ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ હતા.
કે આર નારાયણન – 25 જુલાઈ 1997થી 25 જુલાઈ 2002 નારાયણન ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા.
ડૉ. એપીજે અબ્દુલ કલામ – 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 કલામ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા હતા. તે પણ સૌથી વધુ મતોથી જીત્યા હતા.
પ્રતિભા પાટીલ – 25 જુલાઈ 2007થી 25 જુલાઈ 2012 પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. તે મહારાષ્ટ્રમાંથી પાંચ વખત ધારાસભ્ય અને લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.
પ્રણવ મુખર્જી – 25 જુલાઈ 2012થી 25 જુલાઈ 2017 રાષ્ટ્રપતિ બનતા પહેલાં મુખર્જીએ કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી.
રામ નાથ કોવિંદ – 25 જુલાઈ 2017થી કાર્યરત કોવિંદ કે જેઓ ભારતના ચૌદમા રાષ્ટ્રપતિ છે તેઓ ભાજપના સભ્ય અને બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.