દેશની 180 મિડલ સ્કૂલોમાં પાયલોટ પ્રોજેકટ શરૂ : આગામી વર્ષથી દેશભરમાં લાગુ થશે
ખાસ-ખબર ન્યૂઝ પેરીસ
બાળકો માટે મોબાઇલ ફોન એ એક સૌથી મોટું આકર્ષણ છે અને તે તેમના વિકાસમાં સૌથી મોટી સમસ્યા પણ છે તે સમયે ફ્રાન્સે હવે શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે અને ફ્રાન્સની સ્કુલોના હજારો વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ સ્કુલના સમય દરમ્યાન કરી શકશે નહીં. ફ્રાન્સની 180 જેટલી મીડલ સ્કુલ કે જે કોલેજ તરીકે ઓળખાય છે.
- Advertisement -
ત્યાં આ પ્રોજેકટ ડિજીટલ પોઝ લાગુ કરવામાં આવ્યો છે અને પ્રારંભમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને લાગુ થશે અને તેના પરિણામો જોયા બાદ સમગ્ર દેશમાં શાળાઓમાં મોબાઇલ ફોન પ્રતિબંધિત કરવામાં આવશે.
હાલ શાળાઓમાં મોબાઇલ ફોન સ્વીચઓફ કરી દેવાની જોગવાઇ છે અને તે લોકર રૂમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે અથવા બાળકોએ તેમનો મોબાઇલ ફોન શાળા રૂૂમમાં જમા કરાવી દેવાનો રહેશે. અભ્યાસ સમયે પણ બાળકો વારંવાર તેના મોબાઇલ ફોન બહાર કાઢીને ઉપયોગ કરતા હોય તે ધ્યાનમાં આવ્યું છે.
હાલમાં જ ફ્રાન્સ સરકારે કરેલા એક અભ્યાસ બાદ તારણ આવ્યું છે કે, 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સોશ્ર્યલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત જ રહેવો જોઇએ. બાળકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. સ્વીડને પણ હાલમાં જ બાળકોને ડિજીટલ મીડિયા અને ટીવીથી પણ સંપૂર્ણ દુર રાખવા માટે એક માર્ગરેખા તૈયાર કરી છે. મોબાઇલ કે સ્માર્ટ ફોન એન્વાયરમેન્ટના કારણે સ્કુલનો અભ્યાસ અને સ્કુલનું વાતાવરણ બગડતું હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થીઓમાં હિંસકતા વધવા લાગી છે અને વિદ્યાર્થીઓ સ્પોર્ટસમાં પણ રસ ઓછો કરતા ગયા છે.