અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં માર એ લાગો રિસોર્ટ પર FBIએ દરોડા પાડ્યા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ નિવેદન જાહેર કરી FBIએ પોતાના ઘરે દરોડા પાડ્યા હોવાની માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે એફબીઆઈના અધિકારીઓએ પામ બીચ પર સ્થિત માર એ લાગો પર દરોડા પાડ્યા છે અને તેને સીઝ કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એફબીઆઈનો આ દરોડો રાષ્ટ્રપતિના સત્તાવાર કાગળોની શોધમાં છે, જે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા.
- Advertisement -
ટ્રમ્પે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં તેઓના સુંદર પામ બીચ ઘર માર એ લાગો પર એફબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, તેને અધિકારીઓ દ્વારા સીઝ કરી દેવામાં આવ્યું છે અને કબજામાં લઇ લેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે એફબીઆઈએ દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં હાજર ન હોતા.
આ દેશ માટે કાળો સમય છે – ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું, આપણા દેશ માટે આ કાળો સમય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું પહેલા ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓનો સાથ હોવા છતાં આી રીતે દરોડા પાડવામાં આવ્યા. ન્યાય પ્રણાલીનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા બરાબર કહી શકાય. આ કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સ દ્વારા હુમલો છે જેઓ નથી ઈચ્છતા કે હું 2024 માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડું.
- Advertisement -
ફ્લોરિડામાં ટ્રમ્પ હાજર નથી
અમેરિકન મીડિયા અનુસાર, આ રિસર્ચ સોમવારના સવારથી શરૂ થયું છે. અધિકારીઓ ટ્રમ્પના ઓફિસ અને પર્સનલ ક્વાર્ટર પર ફોકસ કરીને સર્ચ કરી રહ્યાં છે. આ મામલે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને વ્હાઇટ હાઉસે કોઈ જ નિવેદન બહાર પાડ્યું નથી.
ન્યાય વિભાગ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે કેસ મામલે તપાસ કરી રહ્યું છે. પહેલો કેસ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને ઉલટાવી દેવાના પ્રયાસના સંબંધમાં અને બીજો કેસ દસ્તાવેજોના હેન્ડલિંગના સંબંધમાં. એપ્રિલ-મેમાં પણ આ મામલે તપાસ એજન્સીએ ફ્લોરિડામાં ટ્રમ્પના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી.
ટ્રમ્પને 2024માં જીતની આશા છે
તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હજુ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી નથી. જો કે છેલ્લા કેટલાક મહિનામાં તેઓએ મજબૂત સંકેતો આપ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેન પાસે હાલમાં 40 ટકાથી ઓછું મંજૂરીનું રેટિંગ છે અને ડેમોક્રેટ્સ નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણીમાં કોંગ્રેસ પરનો અંકુશ ગુમાવશે તેવું અનુમાન છે. ટ્રમ્પને એવી આશા છે કે તેઓ 2024માં વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે રિપબ્લિકન લહેર પર સવારી કરી શકે છે.