મોર, શિયાળ, જંગલી ભૂંડ શિકારમાં લેવામાં આવેલ સાધનો કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં અનેકવાર વન્યપ્રાણીના શિકાર કરતી ટોળકીઓ ઝડપાઇ છે. ત્યારે વન વિભાગને વધુ એક સફળતા મળી છે.
જેમાં મેંદરડાના દાત્રાણા ગામની સીમમાં રેઇડ કરતા શિકારના સાધનો સાથે પિતા-પુત્રની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
સાસણ ગીર પશ્ર્ચિમ વિભાગના વિસ્તારમાં આવેલા મેંદરડા પંથકમાં શિકાર થતો હોવાની બાતમીના આધારે ડેડકડી રેંજના ફોરેસ્ટર સ્ટાફના રેંજ ફોરેસ્ટર ઓફિસર જે.એન.વાળા, ફોરેસ્ટર એ.જી.મકવાણા સહિતનાએ અહીના દાત્રાણા ગામની સીમમાં રેડ કરીને ઝુપડામાંથી વન્ય પ્રાણીઓના શિકાર કરવા માટેના ફાંસલાઓ, રાંધેલુ માસનું તપેલુ, મોર તથા તેતરના પીછા, શિયાળ અને જંગલી ભૂંડના મૃતદેહનો અવશેષો મળી આવ્યા હતા જેથી અહી રહેતા મેંદરડાના ગોધમપુરના ચના મંગા મકવાણા (ઉ.વ.62) અને તેના પુત્ર લખમણ ચના મકવાણાને વન વિભાગે ઝડપી લીધા હતા.
સ્થળ પરથી શિકાર કરવા માટે વપરાના ફાંસલાઓ સાથે ત્રણ ભાલા, ચાર કુહાડી, એક તલવાર મળી આવતા તે પણ કબ્જે કરીને બંને ઇસમો સામે વન વિભાગે વન્યપ્રાણી અધિનિયમ કલમ બે (16),9, 39, 50, 51, 52 અન્વયે ગુન્હો દાખલ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બને આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે આગળની તપાસ ડેડકડી રેંજના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
મેંદરડા દાત્રાણા સીમમાંથી શિકારી પિતા-પુત્રને ઝડપી લેતું વન વિભાગ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/મેંદરડા-દાત્રાણા-સીમ-માંથી-શિકારી-ઝડપાયા-860x1147.jpg)