કાર્તિકનો કેકારવ: કાર્તિક મહેતા
ખ્રિસ્તીઓ વર્ષોથી સેન્ટ જોસેફની સ્મૃતિમાં ફાધર્સ ડે મનાવતા. ખ્રિસ્તી ઇસ્લામ કે હિન્દુ તમામ પિતૃસત્તાક ધર્મો છે. જેમાં ધર્મના દેવતાઓ/વડાઓ કે ધર્મગુરુઓ હમેશા પુરુષો રહે છે અને એમને ફાધર , પોપ, નાથ, સ્વામી વગેરે કહેવામાં આવે છે.
જૈનના તીર્થંકરો હોય કે બૌદ્ધ સિદ્ધો, ઇસ્લામના ખલીફા હોય કે ખ્રિસ્તી પોપ — બધા હમેશા પુરુષો રહ્યા છે. જૈન શિિંવિંફક્ષસફિ મલ્લી નાથજી ને જોકે અમુક પંથ સ્ત્રી માને છે જે બાબતે બધા એકમત નથી.
હિન્દુઓના ગોત્ર જેના પરથી છે તે તમામ ઋષિઓ પુરુષ છે અને ગોત્ર નો અર્થ જ એ છે કે તમામ હિન્દુ લોક એ ઋષિઓના
સંતાન છે.
શાસકો તરીકે પણ હમેશા રાજાઓ આવતા રહ્યા છે ક્યારેય રાણીનું શાસન ટક્યું નથી. સૌરાષ્ટ્રમાં એટલે જ રાજાને બાપુ કહેવામાં આવતા.
આમ આદિકાળથી સમાજમાં પુરુષ અને પિતાનું વર્ચસ્વ રહ્યું છે.
આજે પણ દરેક સંસ્કૃતિમાં બાળકના નામ પાછળ પિતા કે પિતાના કુળનું નામ આવે છે.
યહૂદીઓમાં બેન જામીન , બેન હદિદ કે બેન બરાક જેવી અટક આવે છે જેનો અર્થ થાય યામિન કે હડિદ કે બરાકનો પુત્ર. ઇસ્લામમાં પણ યહૂદીઓ થી પ્રેરણા લઈને બિન લાદેન કે બિન મુસા જેવી અટક આવે છે જેનો અર્થ થાય લાદેનનો પુત્ર અથવા મૂસાનો પુત્ર. ખ્રિસ્તીઓ પણ જોહનસન, ફ્રેડ્રિકસન જેવી અટકો રાખે છે જેનો અર્થ છે જ્હોનનો પુત્ર કે ફ્રેડરિકનો પુત્ર.
હિંદુઓ હમેશા પોતાના નામ પાછળ પિતાનું નામ કે એના કુળનું નામ લગાડે છે , માતાના કુળનું નામ નથી આવતું.
જોકે પ્રાચીન ભારતમાં પુત્રનું નામ માતા પરથી (કૌંતેય , રાઘેય , કાર્તિક ઇત્યાદિ) રહ્યું અને પુત્રીનું નામ પિતા ઉપરથી (જનકપુત્રી જાનકી , દ્રુપદ પુત્રી દ્રૌપદી વગેરે) રહેતું. આમ પ્રાચીન ભારત પિતૃસત્તાક નહિ પણ ઘણું ઉદાર હતું.
આવો પાવરફુલ પિતા કેમ આજે દયામણો બિચારો બાપડો બની ગયો કે એના દિવસ ઉજવવા પડે છે?
ધર્મનો શાસક ધર્મગુરુ , રાજ્યનો શાસક રાજા અને કુટુંબનો શાસક પિતા ત્રણેયની હાલત આજે ઘણી કફોડી છે.
એનું કારણ છે વિશ્વયુદ્ધો.
વિશ્વયુદ્ધોને કારણે રાજાશાહી નાશ પામી , ધર્મો ને બદલે વેપારીઓ અને ઉધોગપતિઓનું શાસન આવ્યું, લોકશાહી આવી.
વિશ્વયુદ્ધ મા ભારે ખુવારી થવાને લીધે પુરુષોની અછત થઈ. ઔધોગિક તેજી આવી પણ કામ કરવા પુરુષો હતા નહિ આથી સ્ત્રીઓને કામ કરવું ફરજિયાત થયું. સ્ત્રીઓ કમાવાની શક્તિને કારણે સ્વતંત્ર બની. બિકિનીની શોધ થઈ , ગર્ભ નિરોધક દવાઓની શોધ થઈ જેને કારણે સ્ત્રીઓ સાવ બિન્દાસ બની . પુરુષોનું વર્ચસ્વ તૂટ્યું. પુરુષો બિચારા બન્યા. પિતાનું કુટુંબના વડા તરીકેનું વર્ચસ્વ ઘટવા લાગ્યું છે.
બસ એટલે ફાધર્સ ડે મનાવવાનું માહાત્મ્ય વધતું જવાનું છે કેમકે ફાધર હવે એક કમજોર નિર્બળ પુરુષ છે. હવે સ્ત્રીઓ અને બાળકો સ્વતંત્ર છે, કાયદાઓ વડે રક્ષાયેલ છે.