ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 17થી 27 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતરરૂપ 51 રેંકડી-કેબિન જપ્ત કરવામાં આવી હતી.
- Advertisement -
જ્યોતિનગર, નાણાંવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાદ, નાના મોવા મેઈન રોડ, આનંદ બંગલા ચોક, ખાદી ભવન સામે, અટીકા, રવિરત્નપાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરુડ ગરબી ચોક પરથી જુદી જુદી અન્ય 128 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સાથે જ વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રીંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી 1029 કિલો શાકભાજી- ફળ જપ્ત કરવામાં આવ્યા અને પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તારી, મટકી ચોક, સ્વામિનારાયણ ચોક પરથી રૂા. 1,61,530 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું તેમજ કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદ બંગલા ચોક, આહીર ચોક પરથી રૂા. 1,77,600 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પીડવેલ ચોક સુધી, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રીંગ રોડ, સંત કબીર રોડ પાસેથી 11830 બોર્ડ-બેનર કરાયા છે. આમ દબાણ હટાવ શાખા કુલ 51 રેંકડી-કેબિન અને 11830 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા. 3,39,130નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.