વહિવટી તંત્ર દ્વારા JCB મશીન મુકી વરસાદી પાણીનો નિકાલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
પોરબંદર શહેરમાં વરસાદી પાણી ન ભરાય અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર કે. ડી. લાખાણીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડમાં છે. બે દિવસ પહેલા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. હજુ વરસાદ ચાલુ હોય અને ઉપરવાસમાંથી પણ પાણી આવવાની સંભાવનાને ધ્યાને લઇને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીની દેખરેખ માટે ટીમો ફિલ્ડમાં છે.
- Advertisement -
તા.રર ના રાત્રે 9 વાગ્યા દરમિયાન પોરબંદરના બિરલા હોલ પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં વધુ પરિસ્થિતી વણસે તે પહેલાં જ તંત્રએ પગલા લીધા હતાં. જેમાં કલેક્ટર કે. ડી. લાખાણીની ઉપસ્થિતીમાં ટીમે જેસીબી મશીન દ્વારા ગટરની અડચણો દુર કરી પાણીનો નિકાલ કર્યો હતો. આ તકે પોરબંદરના પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી, ડી.વાય.એસ.પી. સહિત મોટી સંખ્યામાં વહિવટી તંત્રનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો અને પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.