સોમવારના રોજ ડિમ્પલ યાદવે સંસદ ભવન પહોંચી મૈનપુરીના નવા સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમણે મૈનપુરીમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રઘુરાજ શાક્યને 2,88,461 મતોથી હરાવ્યા હતા. સંસદ સભ્ય તરીકે શપથ લેવા આવેલી ડિમ્પલ યાદવ સાથે તેમના પતિ તેમજ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ સાથે આવ્યા હતા.
મૈનપુરી લોકસભા પેટાચૂંટણી જીત્યા બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે સંસદ સભ્ય તરીકે શપથ લીધા. તે પોતાના પતિ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે દિલ્હીમાં સંસદ ભવન પહોંચ્યા હતા. ગૃહમા ગ્રહણ કર્યા બાદ ડિમ્પલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. મૈનપુરી પેટાચૂંટણીમાં ડિમ્પલે ભાજપના રઘુરાજ શાક્યને 2,88,461 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતા. મૈનપુરી બેઠક માટે ભાજપે લગાવેલા તમામ રાજકીય ગણિત નિષ્ફળ ગયા હતા. પોતાની જીત બાદ ડિમ્પલે કહ્યું હતું કે, ‘હું મૈનપુરીની જનતા અને તે તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે અમને સમર્થન આપ્યું છે. મૈનપુરીની જમતાએ ઈતિહાસ રચ્યો છે. આ નેતાજીની જીત છે અને આપણી આ જીત હું નેતાજીને શ્રદ્ધાંજલિ સ્વરુપે સમર્પિત કરુ છું.
- Advertisement -
Dimple Yadav takes oath as Lok Saba MP today
Read @ANI Story | https://t.co/6zoaaz7pYc
#DimpleYadav #LokSabhaMP #Mainpuri #mainpuribyelection pic.twitter.com/p6i1DkqAo6
— ANI Digital (@ani_digital) December 12, 2022
- Advertisement -
મૈનપુરીમાં ટોટલ મતદાન 54.37 ટકા
મૈનપુરી પેટાચૂંટણીમાં સૌથી મહત્વની વાત તો એ છે કે શિવપાલ યાદવની જસવંત નગર વિધાનસભામાં ડિમ્પલ યાદવને મોટી લીડ મળી હતી. ડિમ્પલને અહીંથી સૌથી વધુ વોટ મળ્યા છે. મૈનપુરીમાં ટોટલ મતદાન 54.37 ટકા હતું જ્યારે 2019 સામાન્ય ચૂંટણીમાં 57.37 ટકા મતદાન થયું હતું.
શિવપાલ યાદવે પોતાની પાર્ટીનું સપામાં જોડાણ
ડિમ્પલ યાદવની જીત પછી વધુ એક મોટો ઘટનાક્રમ બન્યો હતો. અખિલેશ યાદવના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવે પોતાની પાર્ટીનું સપામાં જોડાણ કરી દીધુ હતું. સૈફઈમાં અખિલેશ કાકા શિવપાલ યાદવને મળ્યા અને સપાના વડાએ તેમને પાર્ટીનો ધ્વજ આપ્યો. આ પ્રસંગે સપા અને પ્રસપાના સેંકડો સમર્થકોએ ખૂબ તાળીઓ પાડી વધાવી લીધા હતા.