જુનિયર એનટીઆર, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘દેવરા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સૈફ અલી ખાન ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે.
જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘દેવરા પાર્ટ 1’ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સૈફ અલી ખાન ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ દેવરાનું ટ્રેલર અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે અને લોકો તેના ઘણા વખાણ કરી રહ્યા છે.
- Advertisement -
આ ફિલ્મ દ્વારા બોલિવૂડની જાણીતી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેલુગુ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહી છે. ટ્રેલરમાં જુનિયર એનટીઆર સાથેની તેની કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. તે જ સમયે, સૈફ અલી ખાન ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને બૉલીવુડના નવાબનો આ લુક દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
જો કે, શરૂઆતમાં આ ફિલ્મ દશેરાના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર NTR છેલ્લે 2022 મેગા બ્લોકબસ્ટર RRR માં જોવા મળ્યો હતો.