- ગુજરાત-હિમાચલના ચૂંટણી પ્રચારમાંથી ‘ખેડવવાનો’ ભાજપનો વ્યૂહ
– ત્રણ મહાનગરપાલિકાના વિલીનીકરણ અને નવા સિમાંકન બાદની યોજાનારી પ્રથમ ચૂંટણીમાં ભાજપ પાસેથી સત્તા આંચકવાની કેજરીવાલને તક: માર્ચમાં મુલત્વી રખાયેલ ચૂંટણીનો નવો શેડ્યુલ પણ સૂચક
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં આક્રમક પડકાર કરી રહેલા અરવિંદ કેજરીવાલ માટે આગામી દિવસોમાં બે નહીં ત્રણ ઘોડે સવાર થવું પડે તેવા સંકેત છે. એક તરફ કેજરીવાલ ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત છે અને ગઇકાલે જ તેઓએ સીમલા સહિતના વિસ્તારોમાં પક્ષના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો
- Advertisement -
તે વચ્ચે આજે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતની તૈયારી છે. રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા ચાર વાગ્યે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે અને તેમાં દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે અને અરવિંદ કેજરીવાલ માટે દિલ્હી સંભાળવાની ચિંતા રહેશે. દિલ્હીમાં હાલમાં જ ત્રણ મહાનગરપાલિકામાંથી સમગ્ર દિલ્હી માટે એક જ મહાનગરપાલિકાનું સર્જન કરાયું છે ઉપરાંત નવું સિમાંકન પણ કરાયું છે. ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનું શાસન છે અને દિલ્હીમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે આ મહાનગરપાલિકાની ચૂંટણી મહત્વની ગણાય છે.
વાસ્તવમાં ગત માર્ચ માસમાં દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી ડ્યુ હતુ પરંતુ નવા સિમાંકન સહિતના મુદ્દે આ ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી અને હવે ગુજરાત અને હિમાચલની ચૂંટણીની તારીખોની આસપાસ જ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે અને તેના કારણે આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં મહાનગરપાલિકાનો કબજો કરવા માટે તમામ જોર લગાવવું પડશે. દિલ્હીના 258 વોર્ડની યોજાનારી ચૂંટણી પાટનગર ઉપરાંત પાડોશી હરિયાણામાં પણ યોજાનારી ધારાસભા ચૂંટણીમાં તેનો પ્રભાવ પડે છે.