70થી વધુ ઘાયલ, 78ને બચાવાયા: વાવાઝોડાંથી 100 ફૂટ ઊંચુ બિલબોર્ડ પડ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.14
મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે જોરદાર વાવાઝોડાને કારણે પડી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થયા છે. મોડી રાત સુધી મૃત્યુઆંક 9 થયો હતો. હોર્ડિંગ્સ અથડાતાં 74 લોકો ઘાયલ થયા છે. ગઉછઋની 67 સભ્યોની ટીમે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
- Advertisement -
શરૂઆતનાં અંદાજના આધારે, આ બિલબોર્ડનું વજન 250 ટન હોવાનું કહેવાય છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્યો વિરુદ્ધ ઈંઙઈની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો. અંધારું થઈ ગયું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બિલબોર્ડ અંગે ઓગસ્ટ 2023માં સરકારી એજન્સીઓ, BMC અને સરકારી રેલવે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. કોઈએ પગલાં લીધાં નહીં.મુખ્યમંત્રી એકનાથ શિંદે વાવાઝોડાને કારણે થયેલા વિનાશનું નિરીક્ષણ કરવા ઘાટકોપર વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં તેમણે અધિકારીઓને ઘણી સૂચનાઓ આપી. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. મેં સંબંધિત અધિકારીઓને મુંબઈમાં આવા તમામ હોર્ડિંગ્સનું ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.તે જ સમયે, હવામાનમાં ફેરફારની અસર મુંબઈ એરપોર્ટના સંચાલન પર પડી હતી. 15થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક રીશેડ્યુલ કરવામાં આવી હતી. મેટ્રો અને લોકલ રેલ સેવાઓને પણ અસર થઈ હતી. જોકે બે કલાક બાદ સેવાઓ ફરી શરૂ થઈ હતી. મુંબઈના ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, ધારાવી, દાદર, માહિમ, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
આ સિવાય મુંબઈના ઉપનગરો થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્લાસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઊડી હતી. અહીં 20 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી આવુ જ વાતાવરણ રહી શકે છે. પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પવનની ઝડપ 50-60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે.
- Advertisement -
મંજૂરી વિના હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું: BMC
આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMC એ કહ્યું કે તે મહત્તમ 40*40 ચોરસ ફૂટની સાઈઝના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેની સાઈઝ 120*120 ચોરસ ફૂટ હતી, એટલે કે આ હોર્ડિંગ અંદાજે 15000 ચોરસ ફૂટનું હતું.