ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
દેશમાં હાલ ભીષણ ગરમીને કારણે તાપમાનનો પારો ઉંચો છે ત્યારે ચૂંટણીને કારણે રાજકીય માહોલ પણ ગરમાગરમ બન્યો છે. 19 એપ્રિલથી શરૂ થયેલો મતદાનનો પહેલો તબક્કો 1 જૂનનાં રોજ સાતમા તબક્કાનાં મતદાન સાથે પૂર્ણ થશે. આમ લોકસભાની ચૂંટણીની મતદાનની કાર્યવાહી પૂરી થશે. 4થી મત ગણતરી સાથે પરિણામો જાહેર થતા જ નવી લોકસભાની રચના કરવામાં આવશે. દેશમાં ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. પાંચમાં તબક્કાનો પ્રચાર તેની ચરમસીમાએ છે. એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા પાંચમાં તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ચૂંટણી લડી રહેલા 695 પૈસી 33 ટકા એટલે કે 227 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ભાજપનાં સૌથી વધુ 36 ઉમેદવારો કરોડપતિ છે. AIMIMના 4 પૈકી 2 ઉમેદવારો કરોડપતિ છે. ચૂંટણીની એફિડેવિટમાં આ લોકોએ તેમની સંપત્તિ રૂ. 1 કરોડ કરતા વધુ હોવાનું જાહેર કર્યું છે. લોકસભાની ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં દરેક ઉમેદવાર સરેરાશ રૂ. 3.56 કરોડની સંપત્તિ ધરાવે છે. એનસીપી (શરદ પવાર) ગ્રૂપનાં 2 ઉમેદવારો સૌથી વધુ સરેરાશ 54.64 કરોડની સંપત્તિ ધરાવે છે.
- Advertisement -
એડીઆરનાં રિપોર્ટ મુજબ 695 પૈકી 159 એટલે કે 23 ટકા ઉમેદવારોએ જાહેર કર્યું છે કે તેમની સામે ક્રાઈમને લગતા કેસ ચાલી રહ્યા છે. 122 એટલે કે 16 ટકા ઉમેદવારોએ તેમની સામે ગંભીર ગુનાઈત કેસ કરાયા હોવાનું જાહેર કર્યું છે. 3 ઉમેદવારો સામે દોષસિદ્ધિનાં કેસ છે. 4 ઉમેદવારો સામેન હત્યાનાં કેસ દાખલ થયેલા છે જ્યારે 28 સામે હત્યાનાં પ્રયાસનાં કેસ કરાયા છે. મહિલાઓ પર અત્યાચાર કરવાનાં કેસમાં 29 ઉમેદવારો ફસાયેલા છે. જે પૈકી 1 સામે મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. 10 સામે ભડકાઉ ભાષણનાં કેસ કરાયા છે.ઉમેદવારો સામે પક્ષવાર કેસમાં પાંચમા તબક્કાનાં મતદાનમાં સમાજવાદી પાર્ટીનાં તમામ 10માંથી 5 ઉમેદવારો સામે ક્રાઈમનાં કેસ કરાયેલા છે. શિવસેનાનં 6 પૈકી 3, અઈંખઈંખના 4 પૈકી 2, ભાજપનાં 40 પૈકી 19, કોંગ્રેસનાં 18 પૈકી 8, ટીએમસીનાં 7 પૈકી 3, શિવસેના (યુબીટી)નાં 8 પૈકી 3 અને આરજેડીનાં 5 પૈકી 1 ઉમેદવાર સામે ક્રાઈમનાં કેસ કરાયા છે.