અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 8.75 ટકાનો ઘટાડો થયો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રશિયા-યુક્રેન વચ્ચેના પખવાડિયાથી ચાલતા યુદ્ધને કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચી રહ્યા હતા. પરંતુ યુદ્ધ રોકવાના ચારેબાજુથી થઇ રહેલા પ્રયાસોના પરિણામે હવે ક્રૂડની કિંમતો અંકૂશમાં આવી છે અને તે 100 ડોલરની નીચે આવતા હાશકારો થઇ રહ્યો છે. નહીંતર લોકો મોંઘવારી વધવાની ચિંતામાં ડૂબી રહ્યા હતા.છેવટે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો. અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 8.75 ટકાનો ઘટાડો થયો છે અને તે બેરલ દીઠ 100 ડોલરથી નીચે 99.76 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
બ્રેટ ક્રૂડ વાયદો ઘટીને 109 ડોલર પ્રતિ બેરલ થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં ભારત માટે રાહતના સમાચાર છે કારણ કે ભારત કુલ વપરાશનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત અને યુદ્ધવિરામની આશાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તે જ સમયે, એવો વિશ્વાસ પણ વધ્યો છે કે, રશિયન તેલનો કોઈ વિકલ્પ નથી. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો પણ યુરોપ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ નહીં કરી શકે.
જો યુદ્ધ ચાલુ રહેશે તો પણ રશિયા તરફથી પુરવઠો આવતો રહેશે. આ કારણે ક્રૂડના ભાવ પણ ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, યુરોપ તેના 40 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ માટે રશિયા પર નિર્ભર છે.