દેશમાં 24 કલાકમાં કોરોનાનાં 3,275 નવા કેસ અને 55 દર્દીઓના મૃત્યુ થયા છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશમાં કોરોના વાયરસના કેસ એક વખત ફરી વધી રહ્યા છે. પંજાબના પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ કેમ્પસને ક્ધટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા માટે જણાવ્યું છે જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓમાં હળવા લક્ષણો છે અને તેમને અલગ બ્લોકમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,275 નવા કેસ નોંધાયા છે અને 55 દર્દીઓના મૃત્યુ થયા છે.
IIT મદ્રાસમાં કોવિડના કેસ નોંધાયા હતા
તાજેતરમાં જ IIT મદ્રાસમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. 180થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, જો તેમનામાં કોરોના જેવા લક્ષણો લાગે તો તેઓએ તેની તપાસ
કરાવવી જોઈએ.