નવા નિયમોમાં દ્વિધા સર્જાતા સરકારની ચોખવટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
પીપીએફ ખાતાનાં નિયમોમાં તાજેતરમાં થયેલા બદલાવથી ઉદભવેલી દ્વિધાને પગલે કેન્દ્ર સરકારે મહત્વની ચોખવટ કરી છે.સગીરનાં નામે ખોલવામાં આવેલા ખાતામાં વાલીનું નામ ન હોય તો જ તેને અનિયમીત ગણવામાં આવશે. આ ખાતામાં પોસ્ટ ઓફીસનાં બચત વ્યાજના દરે જ વ્યાજ મળશે. પીપીએફના નવા નિયમો 1 ઓકટોબરથી લાગુ થવાના છે. અનેક ખાતાઓ સગીરના નામે છે અને તેમાં વાલીના નામ નથી. નિયમ મુજબ વાલીના નામ અનિવાર્ય છે. નવા નિયમો હેઠળ સરકાર આવા ખાતા પર અંકુશ મુકવા માંગે છે.
- Advertisement -
આ ખાતાઓને નિયમોના દાયરા હેઠળ લાવવાનો આશય છે. સરકાર દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે પીપીએફના નિયમોનો અમલ નહીં થવાના સંજોગોમાં કાર્યવાહી થશે. સગીર ખાતા ધારક પુખ્ત થયા બાદ જ અનિયમીત ખાતામાં પીપીએફના વ્યાજ મળશે.