By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    57 minutes ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 hour ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    16 minutes ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    28 minutes ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છત્તીસગઢ: અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > છત્તીસગઢ: અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો
રાષ્ટ્રીય

છત્તીસગઢ: અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો

Khaskhabar Editor
Last updated: 2025/11/17 at 2:03 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં અંબિકાપુર સાથે ઉત્તર અને મધ્ય ભારતમાં તીવ્ર ઠંડીની લહેર છવાઈ ગઈ છે, જેમાં લઘુત્તમ તાપમાન 6.0 ° સે નોંધાયું હતું, જે નવેમ્બર મહિનાની 20મી પહેલાના તાપમાનનો 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે.

દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેથી લોકોની સમસ્યા વધી ગઈ છે. ઉત્તર અને મધ્ય ભારત શીતલહેર, ધુમ્મસ અને નીચે ગગડતા પારાની ઝપેટમાં આવી ગયું છે. છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં નવેમ્બરમાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં ઠંડી હવે તેનું રૌદ્ર રૂપ દર્શાવશે. બીજીબાજુ હવામાન વિભાગે પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની ચેતવણી આપી છે તથા દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની અસરના કારણે ભારે વરસાદની એલર્ટ અપાઈ છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદના પગલે ઠંડી વધી શકે છે.

- Advertisement -

ઉત્તર ભારત અને મધ્ય ભારત શીત લહેરની ઝપેટમાં આવી ગયા છે ત્યારે છત્તીસગઢમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી તિવ્ર ઠંડીના કારણે પારો ઘણો નીચે ગગડી ગયો છે. અંબિકાપુર અને સરગુજામાં શીતલહેરના કારણે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મૈનપાટ અને બલરામપુર જિલ્લાના સામરીપાટમાં તાપમાન પાંચ ડિગ્રીથી પણ નીચે હતું, જે સામાન્ય કરતાં લગભગ 6 ડિગ્રી નીચું હતું. પરિણામે નવેમ્બરમાં ઠંડીએ છેલ્લા 57 વર્ષનો રેકોર્ડ તોડયો છે. અહીં નવેમ્બર મહિનામાં તાપમાન આટલું નીચું ક્યારેય ગયું નહોતું. છત્તીસગઢમાં નવેમ્બરમાં સરેરાશ તાપમાન 11.8 ડિગ્રી હોય છે. છત્તીસગઢમાં મંગળવાર સુધી લોકોને ઠંડીથી રાહત નહીં મળે.

પ્રદૂષણના કારણે સતત ચર્ચામાં રહેતી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પણ રવિવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી સે. નોંધાયું હતું, જેથી દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવેમ્બરનો આ સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. દિલ્હીમાં 29 નવેમ્બર 2022 પછી આજનો દિવસ સૌથી ઠંડો હતો, તે સમયે દિલ્હીમાં તાપમાન 7.3 ડિગ્રી સે. નોંધાયું હતું.

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં પણ રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. છિંદવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન 6.2 ડિગ્રી સે. સુધી ગગડી ગયું હતું જ્યારે શહેરોમાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું. શીત લહેરના કારણે વહેલી સવારે અને સાંજના સમયે બરફીલી હવાઓની અસર સ્પષ્ટપણે અનુભવાય છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકારે સ્કૂલોને સવારે 8:30 કલાક પહેલા નહીં ખોલવાનો આદેશ આપ્યો છે. ગામડાઓમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, પંજાબથી લઈને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 4 ડિગ્રી સે. ગગડયું છે.

- Advertisement -

પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને આગામી સમયમાં ભારે હિમ વર્ષા પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ઠંડી વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. તાબોનું તાપમાન માઈનસ 5.3, કુકુમસેરીમાં માઈનસ 4.1 , કેલાંગમાં માઈનસ 3.6 અને કલ્પામાં 0.4 ડિગ્રી સે. નોંધાયું હતું.

દરમિયાન હવામાન વિભાગે દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં સોમવારે ભારે વરસાદની ચેતવણી આપી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થયું છે અને વરસાદનો દોર ચાલુ છે. શ્રીલંકાન દક્ષિણી ક્ષેત્ર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશરનું ચક્રવાતી પ્રસાર તથા બાંગ્લાદેશની આજુબાજુ બીજા ચક્રવાતની ભેજનો પ્રસાર વધ્યો છે. આથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેબિનેટે વિધાનસભા ભંગ કરવાની મંજૂરી આપ્યા બાદ નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા
Next Article દિલ્હી વાયુ પ્રદૂષણ: AQI 356 પર ‘ખૂબ જ નબળો’; સુપ્રીમ કોર્ટ પરાળી બાળવા અરજી પર સુનાવણી કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?