ફરસાણની દુકાનમાંથી મીઠાઈ તથા રગડાના નમૂના લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફટી વાન સાથે શહેરના જીવરાજ પાર્ક-અંબિકા ટાઉનશીપ, ગાયત્રીનગર-વાણિયાવાડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 32 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 05 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
શહેરના જીવરાજ પાર્ક-અંબિકા ટાઉનશીપ, ગાયત્રીનગર-વાણિયાવાડી વિસ્તારમાં આવેલ (01)ઘનશ્યામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પટેલ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શક્તિ રગડો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ગુજરાત બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.