ખાસ-ખબર સંવાદદાતા
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને એરલાઇનની જૂની ઓફિસો પર શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા રૃા. 538 કરોડની કથિત બેંક છેતરપિંડીના કેસ સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા એમ, અધિકારીઓએ જણાવ્યું હતું.
સીબીઆઇએ કેનેરા બેંકની ફરિયાદ બાદ ગોયલ, તેમની પત્ની અનિતા, ભૂતપૂર્વ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટી અને બેંકના અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં તેમની સામે ફંડ ડાયવર્ટ કરવાનો અને બેંકને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. સીબીઆઇના અધિકારીઓએ મુંબઇમાં સાત જગ્યાએ છાપો મારીને સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. વર્ષ 2019માં નાણાકીય મુશ્કેલીઓના કારણે જેટ એરવેઝની કામગીરી બંધ કરી દીધી હતી.
બેન્ક ફ્રોડમાં જેટ એરવેઝના નરેશ ગોયલને ત્યાં CBIના દરોડા
