-તનાવભર્યા રાજદ્વારી સંબંધો વચ્ચે કેનેડામાં અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ચિંતા વધી
એક તરફ ખાલિસ્તાની વિવાદને કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ છે અને દર વર્ષે ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે તે સમયે હવે કેનેડામાં વિદ્યાર્થી વિઝા માટે જે નાણાકીય માપદંડ છે તે ડબલ કરી દીધા છે. જેના કારણે ભારત સહિતના વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો વધુ મુશ્કેલ બનશે.
- Advertisement -
કેનેડાના ઇમીગ્રેશન મંત્રી માર્ક મીલરે શૈક્ષણિક સંસ્થાઓને આ નવા નિયમનો ચુસ્ત પાલન થાય તે જોવા જણાવ્યું છે અને તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જે કેનેડામાં અભ્યાસ માટે જાય છે. તેમને સપ્તાહમાં 20 કલાક જે કામકાજની છુટ છે તે મર્યાદા હવે 30 એપ્રિલ 2024 સુધી વધારવામાં આવી છે અને ત્યારબાદ નવો નિર્ણય કરવામાં આવશે.
કેનેડામાં અભ્યાસ માટે અત્યાર સુધી ભારતીય સહિત વિદેશ વિદ્યાર્થીઓએ 10 હજાર ડોલરનું જે ફંડ જોઇતું હતું તે હવે વધારીને ર0,63પ ડોલરનું ફંડ દર્શાવવું પડશે આ નિયમ 1 જાન્યુઆરી, 2024 કે ત્યારબાદ અરજી કરનાર વિદ્યાર્થીને લાગુ પડશે. કેનેડીયન મંત્રીએ જણાવ્યું હતું કે કેનેડામાં કોસ્ટ ઓફ લીવીંગ એટલે કે જીવનધોરણની જે મર્યાદા વધી છે તે વિદેશી વિદ્યાર્થીઓને સમજાય તે માટે આ મર્યાદા વધારવામાં આવી છે.
જયારે વિદ્યાર્થીઓને ફુલટાઇમ કામકાજની હાલ મંજૂરી આપવામાં આવશે નહીં. કેનેડાના મંત્રીએ જણાવ્યું કે કેટલીક કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ‘પપ્પી મીલ્સ’ જેવી સ્થિતિ છે જે દર વર્ષે ઢગલાબંધ વિદ્યાર્થીઓને આવકારે છે અને ત્યારબાદ મુશ્કેલી થાય છે કેનેડામાં હાઉસીંગ સહિતની સમસ્યાઓ છે. તેના કારણે આ નિર્ણય લેવાયો છે. કેનેડામાં દર વર્ષે 2 થી 2.50 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે.
- Advertisement -
કેનેડાના નવા નિયમથી ભારત સહિતના વિદ્યાર્થીઓના વાલીઓ માટે કે જેઓ આ દેશમાં અભ્યાસ કરવા માટે આગામી વર્ષે જવાનું આયોજન કરી રહ્યા છે તેમના નાણાકીય ભંડોળને ડબલ કરવા પડશે.