– આર્થિક સહિતના પડકારો ‘વારસા’માં મળશે
આર્થિક મોરચે આંચકા વચ્ચે બ્રિટનના નવા વડાપ્રધાનની જાહેરાત સોમવારે થશે અને બોરીસ જોન્સન યુગનો અંત આવશે. નવા વડાપ્રધાન માટે રૂઢીચુસ્ત પક્ષના બે સ્પર્ધકો વિદેશ મંત્રી લીઝ ટ્રુસ અને પુર્વ નાણામંત્રી ઋષી સૂનક વચ્ચે સ્પર્ધામાં મતદાનનો અંત આવી ગયો છે અને રૂઢીચુસ્ત પક્ષના વડામથકે સોમવારે બપોરે 12.30 (બ્રિટીશ સમય મુજબ) દેશના નવા વડાપ્રધાનના નામની જાહેરાત થશે.
- Advertisement -
જેમાં વિદેશ મંત્રી લીઝ ટ્રુસ હાલ તેના હરીફ ઋષી સૂનકથી ખૂબ જ આગળ છે અને હવે કોઈ ચમત્કાર જ ઋષી સૂનકને દેશના નવા વડાપ્રધાન બનાવી શકે છે. રૂઢીચુસ્ત પક્ષના 1.60 લાખ સભ્યોએ નવા વડા તરીકે કોને પસંદ કરવા તે મતદાન ગઈકાલે પુરુ કર્યુ હતું અને હવે ગણતરી પણ સંપન્ન થશે પણ તે સોમવારે પક્ષ દ્વારા સતાવાર જાહેરાત થશે.
બ્રિટનના નવા વડાપ્રધાનને આર્થિક સહિતના ક્ષેત્રે અનેક પડકારો મળનાર છે. જો કે બન્ને ઉમેદવારે અગાઉની જોન્સન સરકારમાં કામ કરી ગયા હોવાથી તેઓ માટે સરળતા રહેશે.