ખંભાળીયામાં કોંગ્રેસ નેતા વિક્રમ માડમએ કર્યું હતું ‘જય શ્રી રામ’ નારાનું અપમાન
પ્રદીપસિંહ વાઘેલાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, શ્રીરામ વિરોધી કોંગ્રેસ, શ્રીરામ ભક્તો આનો યોગ્ય જવાબ આપશે!!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જુદી જુદી પાર્ટીઓના એક બીજા પર દાવા-પ્રતિદાવા વધી રહ્યા છે. તાજા મામલામાં ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ માડમની એક સભાનો વિડીયો પોસ્ટ કરીને હુમલો કરતા લખ્યું છે કે શ્રી રામ વિરોધી કોંગ્રેસને રામ ભક્તો જવાબ આપશે.
ગુરુવારે વાઇરલ થયેલા થયેલા ખંભાળિયાના એક કોંગ્રેસ નેતાના વિડીયો બાદ હવે ગુજરાતનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ એ જ વિડીયો ટ્વીટ કરીને કોંગ્રેસ પર ભગવાન શ્રી રામના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય છે કે ગુરુવાર, 24 નવેમ્બર,ના દિવસે ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયનો એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. કોંગ્રેસ નેતા કહે છે કે, જય શ્રીરામના નારાવાળા ભારતીય જનતા પક્ષને કહીએ કે અમારો નારો એ નથી. અમારો નારો તો એ છે, અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ..,,અલ્લાહ તેરો નામઈશ્વર તેરો નામસબકો સન્મતિ દે ભગવાનસબકો સન્મતિ દે ભગવાન.. ત્યારબાદ અમે બેઠેલા લોકો તાળીઓ પણ પાડતા જોવા મળે છે.
ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વિડીયો સૌપ્રથમ વખત ફેસબુક પઙફહબવફશ અળબફહશુફ નામના અકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. આ અકાઉન્ટના 1 લાખ 48 હજાર જેટલા ફોલોઅર્સ છે. પેજના બાયોડેટામાં ‘ચેરમેન- ગુજરાત કિસાન કોંગ્રેસ, વ્યવસાયે ખેડૂત, ખેડૂત કાર્યકર્તા અને પબ્લિક સ્પીકર’ લખવામાં આવ્યું છે.
- Advertisement -
વિડીયોમાં કોંગ્રેસ નેતા કહેતા સંભળાય છે કે, કોંગ્રેસના કદાચ સૌથી કમિટેડ મતદારો હોય તો આ લોકો છે. એટલે કોઈ દિવસ એવી અફવામાં આવવું નહીં અને આપણા મત મુજબ, આપણું દિલ કહે એ પ્રમાણે મતદાન કરો અને કરાવો. જોકે, અહીં ‘આ લોકો’ કયા ધાર્મિક-સામાજિક સમુદાયના સંદર્ભમાં કહ્યું છે એ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, એવામાં કોંગ્રેસ રોજે રોજ પોતાના કોઈ ને કોઈ નેતાના અયોગ્ય નિવેદનોને લઈને ફસાતી જોવા મળે છે. સામ પક્ષે ભાજપ કોંગ્રેસ પર હુમલો કરવાનો એક પણ અવસર જવા નથી દઈ રહી. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા અને રામભક્તો શું ખરેખર કોંગ્રેસને જવાબ આપવાના મૂડમાં છે?