પોરબંદરમાં યાર્ડમાં કેસર કેરીની આવક: 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.15,500
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઇ છે. જેમાં કેસર કેરીના એક કિલોનો ભાવ રૂપિયા 1551 બોલાયો છે. તેમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ. 15500 થયો છે. રાણાવાવના જાબુવન ફાર્મમાંથી કેસર કેરીની આવક થઇ છે.
ભર શિયાળે કેરીના ભાવે ઈતિહાસ રચ્યો છે. જેમાં પોરબંદરમાં ફળોના રાજા કેરીએ કિલોનો ભાવ એક દિવસમાં ડબલ થયો છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી માર્કેટમાં વહેચાણી છે. સ્વાદના શોખીનોએ કોઈપણ ભાવે ખરીદવા પડાપડી કરી છે. રાણાવાવના જાબુવન ફાર્મમા આંબે મોર આવ્યા હતા. તેથી બે બોક્ષ કેરી આજે માર્કેટ યાર્ડમાં આવતા ઇતિહાસના સૌથી ઉંચા ભાવે વહેચાવાની છે. કેસર કેરીનો એક કિલોનો ભાવ 1551 લેખે યાર્ડમાં હરાજીમાં વહેંચાઇ છે. તેમાં રૂપિયા 15500 લેખે 10 કિલોનું બોક્ષ વેચાયુ છે. યાર્ડમાં હરાજી કરતા નીતિનભાઈ દાસાણીએ માર્કેટ યાર્ડમાં હરાજી કરી હતી. ગુજરાતના ઇતિહાસમાં ભર શિયાળે કેરીનો આટલો ઉંચો ભાવ પ્રથમ વખત પોરબંદર માર્કેટ યાર્ડમાં જોવા
મળ્યો છે.