ખાસ-ખબર સંવાદદાતા
વ્હાઈટ હાઉસમાં તેઓનાં માનમાં 22મી જૂને યોજાયેલા સ્ટેટ-ડીનર પછી, 23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ટોચના વ્યાપારીઓને તથા વ્યાપાર-વાણિજય સંસ્થાઓના ચીફ એકિઝક્યુટિવ ઓફીસર્સ (સીઈઓ) તથા ભારતીય વંશના અમેરિકી નાગરિકોને મળવાના છે. ત્યારબાદ તેઓ ઈજીપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ-અલ-સીસીનાં નિમંત્રણથી ઈજીપ્ત જવા રવાના થશે.
વોશિંગ્ટન સ્થિત રાજકારીઓના જણાવ્યા પ્રમામે 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર નીચે જનરલ ઈલેક્ટિક્સના એફ-414 એરક્રાફ્ટ એન્જિન બનાવવાની દરખાસ્ત છે. અત્યારે કોંગ્રેસ (સંસદ)ની મંજૂરી માટે તે દરખાસ્ત કોંગ્રેસ સમક્ષ રજૂ થઈ ચૂકી છે. રાજદ્વારીઓ માને છે કે કોંગ્રેસ તેને મંજૂરી આપશે જ. દરમિયાન વડાપ્રધાન મોદી 22મી જૂને કોંગ્રેસનાં બંને ગૃહો હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.