ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ હોવાનું પણ સામે આવ્યુ છે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલા સુત્રો દ્વારા જ સામે આવી છે. શરુઆતમાં જ સીએસકેના 13 સભ્યોને કોરોના પોઝિટીવ હોવાની ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મુશ્કેલી અનુભવી રહ્યુ હતુ.