તાલિબાની શાસકોએ આપ્યો સંકેત
ખાસ-ખબર સંવાદદાતા
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના બે વર્ષ પૂરા થયા છે અને આતંકી સંગઠનના શાસનમાં સૌથી વધારે મહિલાઓ અને બાળકોને સહન કરવાનુ આવ્યુ છે. જોકે તાલિબાનને મહિલાઓ પર મુકાયેલા જાત જાતના પ્રતિબંધનો કોઈ અફસોસ નથી અને તેને હટાવવાનો કોઈ વિચાર પણ નથી.
- Advertisement -
તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે તાલિબાની શાસનના બે વર્ષ પૂરા થવા નિમિત્તે આપેલા ઈન્ટરવ્યૂમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલાઓ પર જે પણ પ્રતિબંધ છે તે ચાલુ રહેશે. પ્રવકતાએ મહિલાઓ સાથે જોડાયેલા તમામ સવાલોને ફગાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, તાલિબાન છઠ્ઠા ધોરણ બાદ મહિલાઓના સ્કૂલ જવા પર પ્રતિબંધ મુકેલો છે. જ્યારે આ પ્રતિબંધ લાગ્યો ત્યારે તેનો આખી દુનિયામાં વિરોધ થયો પણ તાલિબાની શાસકો ટસ ના મસ થયા નહોતા.