ઓસ્ટ્રેલિયન ક્ધઝ્યૂમર વોચડોગ કમિશને 2019માં અમેરિકન મલ્ટિનેશનલ કંપની ગૂગલ સામે યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ કેસ દાખલ કર્યો હતો. એ કેસમાં ઓસ્ટ્રેલિયન કોર્ટે ગૂગલને અંદાજે 340 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલે એ રકમ આપવાની તૈયારી બતાવી છે. કેસ લોકેશન સેટિંગ્સને લગતો હતો.
ઓસ્ટ્રેલિયામાં ગૂગલે 2017 અને 2018માં યુઝર્સના લોકેશન્સની વિગતો અન્ય એપ્સના માધ્યમથી મેળવી હતી. એક તરફ ગૂગલનું કહેવું હતું કે લોકેશન હિસ્ટ્રી સેટિંગ્સ યુઝર્સના મોબાઈલમાં લોકેશન જાણવાનો એક માત્ર વિકલ્પ છે. બીજી તરફ વેબ અને એપ્લિકેશન્સ પર નજર રાખતા ફિચરના માધ્યમથી પણ ગૂગલે 13 લાખ યુઝર્સના લોકેશન્સની વિગતો મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ક્ધઝ્યૂમર વોચડોગ કમિશનના ધ્યાનમાં આ બાબત આવી હતી. ગૂગલે 2018ના અંતે એમાં ફેરફાર કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં અસંખ્ય યુઝર્સ ગેરમાર્ગે દોરવાયા હતા.