ભારતએ ઇસ્લામોફોબિયાનું સમર્થન કરી રહેલા ઓર્ગનાઇઝેશન ઓફ ઇસ્લામિક કંટ્રીઝ(OIC)ને ફરી આડે હાથ લીધું છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભારતના સ્થાઇ પ્રતિનિધિ ટી.એસ. તિરૂમૂર્તિએ OICની આલોચના કરતા કહ્યું કે, આ સાચો સમય છે, જયારે સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશ ગૈર-અબ્રાહમ ધર્મો(હિંદુ, શિખ, બૌધ, જૈન) ની સામે પણ નિંદા કરે, અને રિલિજનફોબિયાની વિરૂદ્ધમાં પોતાને સિલેક્ટિવ થવા ના દે. ફક્ત કેટલાક ધર્મા સુધી પોતાને સિમિત કરી દેવાથી યુએનનું કામ પૂરૂ થતું નથી.
- Advertisement -
તિરૂમૂર્તિએ પોતાના નિવેદનમાં દુનિયાની સામે ધર્મને લઇને ભારતનો પક્ષ રાખતા કહ્યું કે, જો તમે સાચે જ નફરતનો સામનો કરવા માંગો છો, તો તમે રિલિજનફોબિયા પર બે તરફી વલણ રાખી શકો નહીં. જ્યાં સુધી ભારતની વાત છે, તો અમારા સંવિધાન હેઠળ અમે બધા ધર્મો માટે સહિષ્ણુતા અને સમ્માનની સંસ્કૃતિને અપનાવી છે. અમારૂ કાનુની સંવિધાન આ બાબતે કડક પગલા લે છે, તેમજ સજા પણ ફટકારે છે.
ભારતે વાર્વરા આ વાત પર ભાર મુક્યો છે કે, રિલીજનફોબિયાનો સામનો ત્યાં સુધી કરી શકાતો નથી, જ્યાં સુધી તેમને એક-બે ધર્મ સુધી સિમિત રાખવામાં આવે, અને દુનિયામાં બૌદ્ધ, હિંદુ અને શિખ ધર્મોના લોકોની સાથે થઇ રહેલા અત્યાચારો પર કોઇ વાત કરતું નથી. આતંકવાદીઓએ કાબુલમાં ગુરૂદ્વારા પર હુમલો કરીને 3 લોકોને મારી નાખ્યા, પરંતુ આ ઘટનાને રિલિજનફોબિયા માનવામાં નહીં આવે, કારણકે આ યૂએનની પરિભાષામાં આવતું નથી.