ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ 15મી ઓગસ્ટ આઝાદી કામૃત મહોત્સવ અને મેરી માટી મેરા દેશ અંતર્ગત 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં માન્ય. કુલપતિશ્રી ડો. લલિતકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું એમના ઉદ્બોધનમાં વીરો કો વંદન, મિટ્ટી કો નમન , ગઊઙ, ૠ20, સ્વચ્છતા, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ અને યુનિવર્સિટીના ધ્યેય વાક્યને સિદ્ધ કરવા માટે એ દિશામાં યુનિવર્સિટી આગળ વધે એ માટે માર્ગદર્શન આપ્યું અને ભારતની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, નૃત્ય અને યોગ નિદર્શન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ હતા. આ કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડો .દશરથ જાદવ, અધિકારીશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પ્રો. વિનોદકુમાર ઝાના માર્ગદર્શનમાં એન. એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.જે. ડી. મુંગરાએ સંયોજક તરીકે જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.