ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં 3 મિલ્કતોને સીલ કરવામાં આવી તથા 23 મિલ્કતો ટાંચ જપ્તીની નોટીસ અને રૂા. 36.01 લાખની રીકવરી કરવામાં આવી હતી.
મનપાની વેરા વસુલાત શાખાની કામગીરી અંતર્ગત વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર આવેલ 2 કોમર્શીયલ યુનિટના, વોર્ડ નં. 6, સંત કબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.42 લાખ રીકવરી તથા વોર્ડ નં. 7 કનક રોડ પર આવેલ જીલ હોટેલના બાકી માંગણા સામે રૂ. 2.48 લાખ રીકવરી, વોર્ડ નં.14 સહકાર મેઇન રોડ પર 3 કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.અટીકા તેમજ યોગેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4 ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. બાપુનગર મેઇન રોડ પર આવેલ પટેલ ચેમ્બર્સમાં આવેલ 5 કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. કલસપતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપતા રૂ. 1.50 લાખ રીકવરી કરવામાં આવી છે તથા રામનાથપરામાં આવેલ હાઇટ સ્કુલને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.કેનાલ રોડ પર આવેલ કેશવ કોમ્પલેક્ષમાં આવેલ 3-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે તેમજ વોર્ડ નં- 15 4ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.ગોંડલ રોડ પર આવેલ આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 6.07 લાખ રીકવરી, કોઠારિયા રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.50 લાખ રીકવરી સે.ઝોન દ્વારા 2-મિલકતોને સીલ તથા 14-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. 17.36 લાખની રીકવરી કરવામાં આવી છે.