પૈસા, પૂરતાં પૈસા હોય તો તમે લાઈફમાં કમ્ફર્ટ મેળવી શકો છો અને એ કમ્ફર્ટ સાથે આંગળી પકડીને આવતાં સુખને ખુશીનું નામ આપી શકો છો
પહેલાં જ એ સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે આપણે સુખની નહીં, ખુશી (હેપીનેશ)ની વાત કરવાના છીએ. આકરા ઉનાળાના તાપમાં એરક્ધડીશનરના ઠંડા વાતાવરણમાં હોવું, એ સુખ છે પણ આવા ઓરડામાં કે ઓફિસમાં બેઠેલી વ્યક્તિ ખુશ જ હોય એ જરૂરી નથી. શોફર્ડ ડ્રિવન મર્સીડીઝની પાછલી સીટમાં બેઠેલી વ્યક્તિ ઉદાસ કે આંસુ સારતી હોય શકે છે. તેનો મતલબ એ કે સુખમાં જ ખુશી હોય એ જરૂરી નથી.
- Advertisement -
આ ભ્રમ ભાંગી જવો જરૂરી છે કારણકે મોટાભાગે તો સુખને જ ખુશીનું માધ્યમ અથવા પર્યાય માની લેવામાં આવતું હોય છે. સુખ સગવડમાંથી મળે, પણ આનંદ, ખુશી, સંતોષ, પ્રસન્નતા અને નિસ્પૃહતા જેવા ભાઈભાંડુઓ તો અંદરથી ઉગે એવું એક વખત મોરારિબાપુએ અમને કહ્યું હતું. જોકે બે નોબેલ પારિતોષિક વિજેતાઓનો અભ્યાસ અને પરિણામ વિચારવા માટે મજબુર કરે તેવો છે. અર્થશાસ્ત્રી એંગસ ડેટન અને મનોવૈજ્ઞાનિક ડેનિયલ કાનમૈને ર013માં સાડા ચાર લાખ લોકો પર રિસર્ચ કરીને શોધેલું કે ખુશી બે પ્રકારની હોય છે માણસ માટે, એક રોજીંદા જીવનમાંથી મળતી નાની નાની ખુશી (ઉપરાંત તણાવ, ઉદાસી, ગુસ્સો વગેરે પણ)ઓ અને બે, પોતાની જિંદગી માટેના પરમ સંતોષમાંથી મળતી કાયમી ખુશી. ટ્રેનના સેક્ધડ એસીની ક્ધફર્મ ટિકિટ તત્કાલ બુકિંગમાં મળી જવાથી કે બિઝનેસ-ઓર્ડરનો ટાર્ગેટ અચિવ થઈ જાય તો એ રોજીંદા જીવનમાંથી મળતી (કામચલાઉ) ખુશી અને છોકરાં લાઈનસર હોય અને પ્રોવિડન્ડ ફંડમાંથી ચાહો ત્યારે, ચાહો તેમ વાપરી શકો છતાં ઘરખર્ચ કે ભવિષ્યની બિમારીના ખર્ચાની ચિંતા ન હોય એવી સિક્યોર્ડ લાઈફમાંથી મળતી (કાયમી) ખુશી.
નોબેલ વિજેતાઓનો આ સ્ટડી તો ઠીક છે કે, સમજયાં હવે. પરંતુ આ અભ્યાસમાં તેમણે તારવ્યું કે વરસે પંચોતેર હજાર ડોલર (આપણા પાંચેક લાખ રૂપિયા ગણોને) કમાતાં લોકો પાસે આ બે પૈકીની એકપણ ખુશી હોતી નથી. એ સતત ઝદોઝહદ, ઉવેગ, ચિંતા, તણાવમાં જ જીવતો હોય છે. આપણા દેશમાં તો પાંચ લાખ વરસે કમાવ તો સરકાર પણ દોથો ભરીને ટેક્સ લઈ જવા માટે ઉભી હોય છે. તેમ છતાં આ સ્ટડી પૂરતું એટલું કરેકશન આપણે કરી શકીએ કે પાંચેક લાખ કમાનારો ભારતીય રોજીંદા જીવનની નાની નાની ખુશીઓથી તો પોતાનો બટવો ભરતો રહેતો હશે, કમ સે કમ અગેઈન અહીં ફરી સુખ-ખુશીની ભેળસેળ થઈ જ જાય છે. પૈસા, પૂરતાં પૈસા હોય તો તમે લાઈફમાં કમ્ફર્ટ મેળવી શકો છો અને એ કમ્ફર્ટ સાથે આંગળી પકડીને આવતાં સુખને ખુશીનું નામ આપી શકો છો
બેશક, એ ખુશી નથી જ. કારણકે ખરીદી શકાય એ ખુશી હોતી જ નથી. એ સુખ હોય છે. બહુ બારીક વાત છે પણ સમજવી જરૂરી છે.
પિત્ઝા પાર્લરમાં જઈને તમે ડબલ ચીઝવાળો પિત્ઝા (પ્રાઈઝટેગ જોયા વગર) ઓર્ડર કરો છો અને તબિયતથી જયાફત ઉડાવો છો પણ એ તમારી ખુશી નહીં, તમારું સુખ છે. એ જ પિત્ઝા તમારા મિડલ સ્કૂલમાં ભણતાં બચ્ચાં આરોગે છે તો એ માત્ર સુખ નથી, ખુશી પણ છે. કારણ કે એ પિત્ઝા પાછળના એકેય અર્થશાસ્ત્ર સાથે તેને નિસ્બત નથી હોતી. એ બચ્ચાંઓ તો આઈસ્ક્રીમના એક સ્કૂપમાં અરે, પચાસ પૈસાની પિપરમેન્ટમાંપણ પોતાની ખુશીઓનો ખજાનો પામી લે છે પણ તમે ?
- Advertisement -
અર્થ એ થયો કે સમજણ સાથે સુખનો પરિઘ મોટો થઈ જાય છે, તેમ તેમ ખુશીઓનો પરિઘ સંકોચાતો જતો હોય છે પહેલાં નદી કે તળાવના કાંઠે છબછબિયાં કરવામાં જે અનહદ આનંદ મળતો હતો, એ વોટર પાર્ક સુધી વિસ્તરે છે અને પછી એવું જ લાગવા માંડે છે કે હવે ગોવાના દરિયાકાંઠા કરતાં બાલીના બીચ પર જ ખુશી વધુ રાહ જોઈને બેઠી છે આપણી
સમય સાથે બદલાવવામાં અને સ્ટેટસ મુજબ રહેવાની સમજણ વિક્સતી જાય તેમ તેમ માણસ પોતાનું ચાઈલ્ડ હૂડપણું અને એની સાથે રહેલો ખુશીઓનો ખજાનો ખાલી કરતો જતો હોય છે. તેને તેની ભાન કે ગતાગમ પણ નથી હોતી. ધીમે ધીમે ખુશીઓને સુખનું કોટિંગ લાગવા માંડે છે અને પછી… માણસ પોતે જ સુખને ખુશી માનવા લાગે છે. જો એવું ન હોય તો જરા તમારા બચપનને યાદ કરી જૂઓ. સ્કૂલની છુટૃી, સર્કસના જોકર, પ્રાણી બાગના બંદરની કૂદાકૂદ, લારીઓ પર વેચતાં બરફગોલા, બર્થડે પરની ગિફટસ, શેરી-ગલીઓની ધિંગામસ્તી, યારદોસ્તોની નોકઝોંક, એકઝામના રિઝલ્ટમાં આવી ગયેલાં ઠીકઠાક માર્ક, લોજીક વગર જાગી ગયેલું પ્રથમ આકર્ષણ અને આર્કષણને લવ માની લેવાની માન્યતા, કલાકો સુધી રમાતી વિડિયો ગેમ, મળેલી પ્રથમ સાયકલ કે લાખ તાકીદ સાથે ચલાવવા મળેલું ટૂ વ્હીલર, ગમતી યુવતીમાં દેખાતો પ્રિયા પ્રકાશ વારિયર (અમને માધુરી દીક્ષ્ાિત અને પૂનમ ધિલ્લૌનનો દેખાતો)નો ચહેરો… યાદ કરશો તો એવું જ લાગશે કે ખુશીઓનો એક ઘૂઘવતો દરિયો ફેંદીને આજે આ મુકામે કે કાંઠે પહોંચ્યા છીએ અને…
કાંઠે પહોંચીને નજર પલટાવીને જોઈએ છીએ તો લાગે છે કે અઢળક ખુશીઓની છોળો ઉડાડી ગયેલો એ આખો સમંદર સુકાઈને સહારાના રણમાં બદલાઈ ગયો છે
આપણને જે સૂકાઈ કે બાષ્પીભવન થઈ ગયેલું લાગે છે, એ ખરેખર તો શોષાઈ ગયું હોય છે આપણી અંદર. ઊંડે ઊંડે ખુશીઓના એ ઉફાળા તળિયે દબાઈ ગયા છે અને સપાટી પર તરી રહી છે વ્યવહારિક્તામાંથી જન્મેલી જરૂરિયાતો અને તમન્નાઓ. જરૂરિયાતો વધુ એમ તમન્નાઓ તીવ્ર. સંતાનોના અભ્યાસ માટે કે વડીલોની આકસ્મિક બિમારી માટે કે કેરિયરને ટકાવી રાખવા માટે કે ફેમિલીની વધી જતી ડિમાન્ડ અને તેને વધુ કમ્ફર્ટ આપવાની ઈચ્છાઓ માટે પૈસા જોઈશે એટલે ચાકળો એ દિશામાં જ ચાલતો રહે છે. ભરપૂર પૈસા છે તો મોટાભાગે એ પોતાના સ્ટેટસ મુતાબિક વાપરવામાં જ દિમાગ ચાલતું રહે છે. બન્ને સ્થિતિમાં એવું જ લાગે છે કે આપણને સુખ મળી રહ્યું છે અથવા આ બધું સુખ વાસ્તે જ થઈ રહ્યું છે.
રહી જાય છે બિચારી ખુશી. તમારી પોતાની ખુશી. તમને પ્રસન્ન કરી દઈને વધુ જીવવા માટે ઊર્જા આપી જતી હેપીનેશ.
શેપ ઓફ ધ વોટર ફિલ્મમાં એક સંવાદ છે કે, જિંદગી સપનાંઓનો ભંગારવાડો હોય છે. તૂટેલાં, અધુરાં રહેલાં, જન્મીને વિક્સીત ન થયેલાં અથવા અર્ધવિક્સીત અવસ્થામાં જ પ્રભુશરણ પામેલાં સપનાંઓ. આપણી જિંદગી ખુશીઓનું કબ્રસ્તાન ન બની જાય એની કાળજી પણ લેવી પડશે કારણકે…
સમજણ સાથે સુખનો પરિઘ મોટો થઈ જાય છે, તેમ તેમ ખુશીઓનો પરિઘ સંકોચાતો જતો હોય છે પહેલાં નદી કે તળાવના કાંઠે છબછબિયાં કરવામાં જે અનહદ આનંદ મળતો હતો, એ વોટર પાર્ક સુધી વિસ્તરે છે અને પછી એવું જ લાગવા માંડે છે કે હવે ગોવાના દરિયાકાંઠા કરતાં બાલીના બીચ પર જ ખુશી વધુ રાહ જોઈને બેઠી છે
પિત્ઝા પાર્લરમાં જઈને તમે ડબલ ચીઝવાળો પિત્ઝા (પ્રાઈઝટેગ જોયા વગર) ઓર્ડર કરો છો અને તબિયતથી જયાફત ઉડાવો છો પણ એ તમારી ખુશી નહીં, તમારું સુખ છે. એ જ પિત્ઝા તમારા મિડલ સ્કૂલમાં ભણતાં બચ્ચાં આરોગે છે તો એ માત્ર સુખ નથી, ખુશી પણ છે. કારણ કે એ પિત્ઝા પાછળના એકેય અર્થશાસ્ત્ર સાથે તેને નિસ્બત નથી હોતી. એ બચ્ચાંઓ તો આઈસ્ક્રીમના એક સ્કૂપમાં અરે, પચાસ પૈસાની પિપરમેન્ટમાંપણ પોતાની ખુશીઓનો ખજાનો પામી લે છે પણ તમે ?
અર્થ એ થયો કે સમજણ સાથે સુખનો પરિઘ મોટો થઈ જાય છે, તેમ તેમ ખુશીઓનો પરિઘ સંકોચાતો જતો હોય છે પહેલાં નદી કે તળાવના કાંઠે છબછબિયાં કરવામાં જે અનહદ આનંદ મળતો હતો, એ વોટર પાર્ક સુધી વિસ્તરે છે અને પછી એવું જ લાગવા માંડે છે કે હવે ગોવાના દરિયાકાંઠા કરતાં બાલીના બીચ પર જ ખુશી વધુ રાહ જોઈને બેઠી છે આપણી સમય સાથે બદલાવવામાં અને સ્ટેટસ મુજબ રહેવાની સમજણ વિક્સતી જાય તેમ તેમ માણસ પોતાનું ચાઈલ્ડ હૂડપણું અને એની સાથે રહેલો ખુશીઓનો ખજાનો ખાલી કરતો જતો હોય છે. તેને તેની ભાન કે ગતાગમ પણ નથી હોતી. ધીમે ધીમે ખુશીઓને સુખનું કોટિંગ લાગવા માંડે છે અને પછી… માણસ પોતે જ સુખને ખુશી માનવા લાગે છે. જો એવું ન હોય તો જરા તમારા બચપનને યાદ કરી જૂઓ. સ્કૂલની છુટૃી, સર્કસના જોકર, પ્રાણી બાગના બંદરની કૂદાકૂદ, લારીઓ પર વેચતાં બરફગોલા, બર્થડે પરની ગિફટસ, શેરી-ગલીઓની ધિંગામસ્તી, યારદોસ્તોની નોકઝોંક, એકઝામના રિઝલ્ટમાં આવી ગયેલાં ઠીકઠાક માર્ક, લોજીક વગર જાગી ગયેલું પ્રથમ આકર્ષણ અને આર્કષણને લવ માની લેવાની માન્યતા, કલાકો સુધી રમાતી વિડિયો ગેમ, મળેલી પ્રથમ સાયકલ કે લાખ તાકીદ સાથે ચલાવવા મળેલું ટૂ વ્હીલર, ગમતી યુવતીમાં દેખાતો પ્રિયા પ્રકાશ વારિયર (અમને માધુરી દીક્ષ્ાિત અને પૂનમ ધિલ્લૌનનો દેખાતો)નો ચહેરો… યાદ કરશો તો એવું જ લાગશે કે ખુશીઓનો એક ઘૂઘવતો દરિયો ફેંદીને આજે આ મુકામે કે કાંઠે પહોંચ્યા છીએ અને…