સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનના નવા વડાપ્રધાન માટેની રેસમાં ગતિ પકડવા વચ્ચે કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના સહયોગીઓને કથિત રીતે કહ્યું કે, બીજા કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં. સત્તાધારી ક્ધઝર્વેટિવ પાર્ટીના જોન્સને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.
- Advertisement -
બોરિસ જોનસનેપાર્ટીનું નેતૃત્વ હાંસલ કરવાની રેસ પાછળ રહી ગયેલા નેતાઓને વિનંતી કરી છે કે, તેઓ પૂર્વ નાણા મંત્રી અને ચાન્સેલર સુનાકને સમર્થન ન આપે, જેમના પર જોનસનની પોતાની પાર્ટીમાં સમર્થન ગુમાવવા માટે જવાબદાર છે.
જોનસન વિદેશ મંત્રી લિઝ ટ્રસનું સમર્થન કરવા માટે ઈચ્છુક મજર આવી રહ્યા છે. જેનું સમર્થન જોનસનના કોબિનેટ સહયોગીઓ ઝૈકબ રીસ-મોગ અને નૈડીન ડોરિસે કર્યું છે. જોનસને તેના અનુગામી તરીકે પેની મોર્ડાઉન્ટ માટે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. મોર્ડાઉન્ટ કનિષ્ઠ વેપારમંત્રી છે.
પૂર્વ ચાન્સેલરના રીજીનામાને પોતાની સાથે કથિત રીતે વિશ્વાસઘાતના રૂપમાં જોઈ રહેલા જોનસન અને તેમની ટીમ કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં ના રૂપમાં એક ગુપ્ત અભિયાન ચલાવી રહ્યા છે.
- Advertisement -
નાણામંત્રી પદ પરથી તેમના રાજીનામાએ 10 ડાઉનિંગ સ્ટ્રીટથી જોનસનની વિદાય સુનિશ્ચિત કરી દીધી હતી.
આખી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ટીમ ઋષિને નફરત કરે છે. તેઓ સાજિદ જાવિદને જ્હોનસનને હાંકી કાઢવા માટે દોષી ઠેરવતા નથી. તેઓ ઋષિને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમને લાગે છે કે, તે મહિનાઓથી તેનું કાવતરું ઘડી રહ્યો હતો. સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા.