ઈટાલીના ગામડાંઓ જીવંત રહે અને વેપાર જળવાઈ રહે તે હેતુથી સરકાર લોકોને પૈસા આપી રહી છે : 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ ગામમાં બિઝનેસ શરૂ કરી આ ઓફરનો લાભ લઈ શકે છે
ખાસ-ખબર સંવાદદાતા
ઈટાલીના એક ગામમં વસવાટ કરવા પર ત્યાંની સરકાર તમને પૈસા આપશે. જીહા ઈટાલીનાં ગામમાં રહેવા પર ત્યાંની સરકાર તમને 24.5 લાખ રૂપિયા આપશે. જોકે તેનો લાભ મેળવવા માટે સરકારે કેટલીક શરતો પણ મૂકી છે. ઈટાલીના ગામડાંઓને જીવંત રાખવા માટે અને વેપાર જળવાઈ રહે તે હેતુથી સરકારે ગામમાં વસવાટ કરનાર લોકોને પૈસા આપવાનો નિર્ણય કર્યો છે. ઈટાલીના કેલાબ્રિયા ગામમાં ઘર ખરીદી ત્યાં 3 વર્ષ સુધી વસવાટ કરવા પર આશરે 24.80 લાખ રૂપિયા મળે છે. જોકે આ રકમનો લાભ મેળવવાની શરત એ છે કે ઘર લેનાર વ્યક્તિની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેની પાસે ગામને જીવંત રાખવા માટે બિઝનેસ હોવો જોઈએ. ઈટાલીનું આ ગામડું હાલ ઈકોનોમિક ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ ત્યાં 2 હજાર જેટલી જ વસતી છે. પૈસાની આ ઓફર સાથે ઘર કુદરતની સુંદરતાની આસપાસ હશે તેવો પણ દાવો કરવામાં આવે છે. આ ગામના પ્રોજેક્ટનું નામ ’એક્ટિવ રેસિડેન્સી ઈન્કમ’ છે. તેનો હેતુ દક્ષિણ ઈટાલીના ગામડાંઓને ફરી જીવંત કરવાનો છે. અલ્ટોમોન્ટે ગામના મેયર જિયેનપિએટ્રો કોપાલાનું કહેવું છે કે, આ એક્સપેરિમેન્ટથી અમે સામાજિક સમરસતા કરવા માગીએ છીએ. લોકો અહીં આવીને રહે અને બિઝનેસ શરૂ કરે અને ગામનાં સ્થળોને જીવંત બનાવે.
- Advertisement -
ઇરાકનાં નસીરિયાની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 50નાં મોત, 67 ઇજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં 2 આરોગ્યકર્મચારી સહિત 50 લોકોનાં મોત નીપજ્યાં અને 67 લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કદમીએ વરિષ્ઠ પ્રધાનોની બેઠક બોલાવી છે, જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
મૃત્યુઆંક વધી શકે છે અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.