વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડે લીધો છે, તે 55 વર્ષીય પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે.

વિરાટ કોહલીએ મુંબઈના જુહૂ વિસ્તારમાં ભાડે એક એપાર્ટમેન્ટ લીધો

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈના જુહૂ વિસ્તારમાં ભાડે એક એપાર્ટમેન્ટ લીધો છે. તેમના આ ફ્લેટનુ ભાડુ 2.76 લાખ રૂપિયા જણાવવામાં આવ્યું છે. જુહૂની વચ્ચે એરિયાની પાસે રહેલ વિરાટ અને અનુષ્કાનો આ સી-ફેન્સિંગ એપાર્ટમેન્ટ હાઈ ટાઈડ બિલ્ડિંગના ચોથા માળે છે. મીડિયા રિપોર્ટસ મુજબ વિરાટ કોહલીએ આ એપાર્ટમેન્ટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવ્યાં છે. 1650 સ્કવેર ફૂટના આ ફ્લેટ માટે 17 ઓક્ટોબરે ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. આ ફ્લેટમાંથી મુંબઈના દરિયાનો ખાસ નજારો દેખાય છે.

http://

વિરાટ-અનુષ્કાએ કોનો ફ્લેટ ભાડે લીધો છે?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડે લીધો છે, તે 55 વર્ષીય પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના વડોદરાના રોયલ પરિવારના વંશજ છે. આ ફ્લેટની સાથે વિરાટ-અનુષ્કાના બે અંડર ગ્રાઉન્ડ પાર્કિગ પણ મળ્યાં છે. જો કે, ફ્લેટ ભાડે લેવાને લઇને વિરાટ અને અનુષ્કા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

http://

આની પહેલા અલીબાગમાં ખરીદી હતી જમીન

આની પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રમાં અલીબાગના જિરાદ ગામમાં 8 એકર જમીન ખરીદી હતી. આ જમીન રાયગડ જિલ્લામાં છે. આ જમીન માટે આ લોકપ્રિય કપલે 19.24 કરોડ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટસ મુજબ, જમીનની નોંધણી 1 સપ્ટેમ્બર 2022ના રોજ થઇ હતી. મહત્વનું છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાસે મુંબઈ અને ગુડગાંવમાં આલીશાન ઘર છે.