જળવાયુ પરિવર્તનની સમસ્યાના નિવારણ માટેના ભારત સરકારના પ્રયાસોની અસર જોવા મળી રહી છે. જર્મન વોચ ન્યૂ ક્લાઇમેન્ટ ઇન્સ્ટીટયૂટ એન્ડ ક્લાઇમેન્ટ એક્શન નેટવર્ક ઇન્ટરનેશનલના જળવાયુ પરિવર્તન પ્રદર્શનના સૂચકઆંકમાં ભારત બે પગલા આગળ વધ્યું છે. હવે ભારત આ આંકમાં આઠમા સ્થાન પર છે. આ સૂચકઆંક 59 દેશો અે યૂરોપીય સંઘના જળવાયુ સંરક્ષણ પર્દર્શનના આધાર પર જાહેર કરવામાં આવ્યો છે.

સીસીપીઆઇ રેન્કમાં મુખ્ય 10 દેશોમાં ભારત એકમાત્ર જી-20 દેશ છે. વીજળી મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત જી-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કર્યા પછી પોતાની જળવાયુ પરિવર્તનની નીતિઓ માટે દુનિયાનું માર્ગદર્શન કરે છે. વૈશ્વિક સ્તર પર મુખ્ય 10માં સ્થાન પ્રાપ્ત કર્યુ એ દર્શાવે છે કે દુનિયાના કોઇ પણ દેશની તુલનામાં અક્ષય ઉર્જા ક્ષેત્રના કાર્યક્રમો ઝડપથી લાગુ કરી રહ્યા છે. ભારતે જીએચજી ઉત્સર્જન અને ઉર્જા ઉપયોગ શ્રેણીઓમાં મુખ્ય, જો કે જળવાયુ નીતિ અને નવીકરણીય ઉર્જા માટે મધ્યમ રેટિંગ પ્રાપ્ત કરી છે.

વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના 92 ટકા માટે જવાબદાર 59 દેશોના જળવાયુ સંરક્ષણ પ્રદર્શનના મૂલ્યાંકન ચાર શ્રેણીઓમાં કરવામાં આવે છે. જીએચજી ઉત્સર્જન(40%), નવીનીકરણ ઉર્જા(20%), ઉર્જા ઉપયોગ(20%), અને જળવાયુ નીતિ(20%).

સીસીપીઆઇ 59 દેશો અને યૂરોપીય સંઘના જળવાયુ સંરક્ષણ પ્રદર્શનના ટ્રેક કરવા માટે સ્વતંત્ર નિગરાણી તંત્ર છે. આ વખતે તેમણે કોઇ દેશની પહેલી, બીજી અને ત્રીજી રેન્ક પણ આપી નથી. બધી મોટી અર્થવ્યવસ્થામાં ભારતની રેન્ક સૌથી સારી છે.