અમેરિકામાં ગન કંટ્રોલ બિલ, અમેરિકામાં વધી રહેલી ગોળીબારની ઘટનાઓ વચ્ચે અમેરિકી સેનેટમાં ગન કંટ્રોલ બિલ પાસ થઈ ગયું છે. અમેરિકામાં લાંબા સમયથી આ બિલની માંગ છે. ગન કંટ્રોલ બિલ હવે અમેરિકાની સંસદમાં મોકલવામાં આવશે. અહીં સ્પીકર નેન્સી પેલોસીએ આ વિશે અવાજ ઉઠાવવાની વાત કહી દીધી છે.
- Advertisement -
બિલમાં તે તમામ નિયમોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો
અમેરિકી સંસદમાં ગન કંટ્રોલ બિલ પાસ થવાની સંભાવના વધારે છે. અહીં લઘુમતી નેતા કેવિન મેકાર્થી રિપબ્લિકન પાર્ટીને બિલના વિરોધ મત આપવા માટે કહી રહ્યાં છે. જો કે, સદનમાં ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વધારે છે, તેથી આ વિરોધની અસર ભાગ્યે જ જોવા મળે છે.જો કે, બિલમાં તે તમામ નિયમોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જેનો રાષ્ટ્રપકિ જો બાઈડને ઉલ્લેખ કરી રહ્યાં છે. પરંતુ સંસદમાં પસાર થયા બાદ તરત જ બાઈડેન તેના પર હસ્તાક્ષર કરી શકે છે.
બિલ પાસ થઈને કાયદો બની જશે ત્યારે લોકોને ઘણી રાહત મળવાની આશા
- Advertisement -
જ્યારે ગન કંટ્રોલ બિલ પાસ થઈને કાયદો બની જશે ત્યારે અમેરિકાના સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં બંદૂકોનો દુરુપયોગની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંદૂકધારીઓએ ખુલ્લેઆમ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. આવી ઘટનાઓમાં વધારો થયો હતો
US Senate passes bipartisan gun safety bill
Read @ANI Story | https://t.co/SuESLdT0bl
#USSenate #BipartisanGunSafetyBill pic.twitter.com/F7nMMbMydb
— ANI Digital (@ani_digital) June 24, 2022
અમેરિકામાં સામૂહિક શૂટિંગની ઘટનાઓના આંકડા ભયજનક
આ વર્ષે મે મહિના સુધીમાં 212 સામૂહિક ગોળીબારની ઘટનાઓ નોંધાઈ હતી. મોટા ભાગની ઘટનાઓમાં માથાભારે હત્યારાઓએ બંદૂક ઉઠાવીને નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારી દીધા હતાં.અમેરિકન ગન કલ્ચર અમેરિકાના બંધારણ જેટલી જ જૂની છે. 1791માં અમેરિકાના બીજા બંધારણીય સુધારાઓએ તમામ નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપ્યો હતો. અમેરિકાના સંવિધાનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની આઝાદી સુનિશ્ચિત કરવા માટે હથિયારો સાથે રાખવા અને અધિકાર આપ્યો છે. આ કારણે 18 વર્ષથી ઉપરના દરેક અમેરિકન નાગરિકને પોતાની સાથે બંદૂક રાખવાની છૂટ સંવિધાનમાં આપવામાં આવી છે.