ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને એક રેકોર્ડ બનાવી લીધો છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટીંગ કરીને 172 રન કર્યા, ત્યારપછી ભારતીય ટીમે સરળતાથી આ ટાર્ગેટ મેળવી લીધો હતો. આ મેચમાં ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને એક રેકોર્ડ બનાવી લીધો છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. અક્ષર પટેલે શાનદાર રેકોર્ડ બનાવ્યો હોવા છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
- Advertisement -
For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
Scorecard – https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
— BCCI (@BCCI) January 14, 2024
- Advertisement -
અક્ષર પટેલ રેકોર્ડ
આ મેચ પછી અક્ષર પટેલે T20 ફોર્મેટમાં કુલ 200 વિકેટ લીધી છે. કુલ 234 T20 મેચ રમીને આ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. અક્ષર પટેલે 168 ઈનિંગમાં 22.52ની સરેરાશથી 134.65ના સ્ટ્રાઈક રેટથી 2,545 રન કર્યા છે. રવિન્દ્ર જાડેજાએ કુલ 310 T20 મેચ રમી છે અને તેમાં કુલ 216 વિકેટ લીધી છે. અક્ષર પટેલ આ સ્પીડથી આગળ વધશે તો રવિન્દ્ર જાડેજા કરતા પણ આગળ નીકળી જશે. રવિન્દ્ર જાડેજાએ 310 મેચમાં 25.42ની સરેરાશ અને 129.33ના સ્ટ્રાઈક રેટથી 3,382 રન કર્યા છે.
અન્યાય કેમ?
અક્ષર પટેલે શાનદાર રેકોર્ડ બનાવ્યો હોવા છતાં રવિન્દ્ર જાડેજાની જેમ મહત્ત્વ આપવામાં આવતું નથી અને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા હોય ત્યારે અક્ષર પટેલે બેન્ચ પર બેસવું પડે છે. આ વર્ષે T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. તો આ વર્લ્ડ કપમાં અક્ષર પટેલને જાડેજાની જેમ રમવા દેવામાં આવશે કે નહીં, તે જોવાનું રહેશે.