By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    9 minutes ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    2 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    3 hours ago
    નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા
    3 hours ago
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..
બોલીવુડમનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..

Khaskhabar Editor
Last updated: 2021/10/04 at 11:08 AM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

છ દાયકાની લાંબી યાત્રામાં ર00 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 3પ0થી વધુ સિરિયલોમાં કામ કર્યુ હતું. તેઓ વર્ષોથી રંગલો શ્રેણીના ભવાઇ નાટકો કરતા આવ્યા છે

આપણા બધાના ફેવરીટ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા રંગભૂમિ, ફિલ્મો, ટીવી શ્રેણીના જાણીતા કલાકાર ઘનશ્યામ નાયકનું રવિવારે કેન્સરની બિમારીને કારણે નિધન થયું છે. 77 વર્ષની વયે મુંબઇ ખાતે તેમને અંતિમ શ્ર્વાસ લીધા હતા. પ્રારંભે પૈસા કમાવવા માટે રસ્તાઓ ઉપર પણ પરફોર્મ કરતાં હતાં. 12 મે 1945ના રોજ મહેસાણાના ઊંઢાઇ ગામે જન્મ થયો હતો. તેમની કારકીર્દીના સક્રિય વર્ષો 1968 થી 2021 રહ્યા હતા. તેમના પરિવારમાં બે પુત્રી અને પુત્ર છે.

- Advertisement -

બાળપણથી ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવીને અભિયન શરુ કર્યો હતો. બાદમાં મુંબઇ જઇને બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હસ્ત મેળાપ-1968’માં રજુ થઇ હતી આ ફિલ્મ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાની પણ પ્રથમ ફિલ્ઈમ હતી. વેણીના ફૂલ ફિલ્મમાં પણ કામ કર્યુ તેમણે ડોશીમા ના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. તેઓ એક શ્રેષ્ઠ ગાયક કલાકાર પણ હતા.

- Advertisement -

સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, પ્રિતિ સાગર જેવા ખ્યાતનામ ગાયક કલાકાર સાથે ઘનશ્યામ નાયકે ગીતો ગાય છે. પહેલી હિન્દી ફિલ્મ 1960માં આવેલી ‘માસુમ’ હતી, જેમાં બાળ કલાકાર તરીકે ચમકયા હતા.

ઘણી હિન્દી ફિલ્મોમાં ઘનશ્યામ નાયકે સુંદર અભિયન કરીને દર્શકોના દિલ જીત્યા હતા. જેમાં કચ્ચે ધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક, આવારા, તિરંગા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ રંગભૂમિ અને ભવાઇ સાથે છેલ્લા છ દાયકાથી જોડાયેલા હતા. તેનું પ્રથમ નાટક ‘પાનેતર’ હતું. તેઓના પિતા, દાદા, પરદાદા બધા જ રંગભૂમિ ભવાઇ સાથે જોડાયેલા હોવાથી ઘનશ્યામ નાયકને પણ કલા વારસામાં મળી હતી.

તેમના પર દાદા તો રાજવી પરિવારના સંગીતાલયમાં આચાર્ય હતા અને જાણીતા સંગીતકાર શંકર જયકિશનમાના જય કિશનના ગુરુ હતા.ગુજરાતી ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘનશ્યામ નાયક તેના નટુકાકાના પાત્રથી સમગ્ર દેશમાં છવાઇ ગયા, અમર થઇ ગયા હતા. કેન્સર જેવી બિમારી હોવા છતાં દોઢ માસ પહેલા તેમણે આ ટીવી શ્રેણીનો દમણ ખાતે હપ્તો શુટીંગ કર્યો હતો. 1999 માં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં વિઠ્ઠલકાકા ના પાત્રમાં સુંદર અભિનય કર્યો હતો. મણીમટકુ, એક મહલ કો સપનો કા સારથી, સારાભાઇ વર્સીલ સારાભાઇ છુટાછેડા જેવી ઘણી હિટ ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું. સમગ્ર ફિલ્મ જગતમાં તેઓ ‘રંગલો’ અને નટુકાકાના નામથી જાપીતા હતા.

ઘનશ્યામ નાયકને શરૂ કામ કરવાના બે કે ત્રણ રૂપિયા મળતા હતા. એક સમયે આર્થિક મુશ્કેલી વખતે બાળકોની ફિ ભરવા તેને મિત્રો પાસે પૈસા માંગવા પડતા હતા. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બાદ તેની સ્થિતિ ખુબ જ સારી થઇ ગઇ હતી. તેઓએ એક મુલાકાતમાં જણાવેલ કે મેકઅપમાં હોવાને મારૂ મૃત્યુ આવે એ જ અંતિમ ઇચ્છા છે પણ કેન્સર જેવી બિમારીએ છેલ્લા 3-4 માસથી પથારી વશ કર્યા હતા. રંગભૂમિ અને ભવાઇને જીવંત રાખવા ઘનશ્યામ નાયકના કાર્યો સદૈવ તેના ચાહકો યાદ કરશે.

‘નટૂકાકા’ને ગુરૂ માનતી હતી ઐશ્વર્યા રાય, શીખી હતી તેમની પાસે ભવાઇ

પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાનું પાત્ર ભજવને દર્શકોને હસાવનારા ઘનશ્યામ નાયકે 77 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. હવે આ અભિનેતાનો કલાપ્રેમ, તેમની કોમિક ટાઈમિંગ, દિલીપ જોશી સાથેની કેમેસ્ટ્રી, ‘ભવાઈ’માં તેમનું પ્રદાન વગેરે યાદો ચાહકોના દિલમાં જીવતી રહેશે. ઘનશ્યામ નાયકના નિધનથી કલાકારો તેમની યાદમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

ઘનશ્યામ નાયક ફિલ્મ જગતના જાણીતાં અભિનેતા છે. બહુ ઓછા લોકો એ જાણતાં હશે કે ઐશ્વર્યા રાય તેમને પોતાના ગુરુ માનતી હતી. ઐશ્વર્યા ગુરુ-શિષ્યની પરંપરાનું પાલન કરીને તેમના ચરણ સ્પર્શ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાત ત્યારની છે જ્યારે ઐશ્વર્યાએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ કરી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મમાં એક ખાસ ડાન્સ કરવાનો હતો જેની ટ્રેનિંગ ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાને આપી હતી.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઘનશ્યામ નાયક રંગભૂમિ ઉપરાંત ‘ભવાઈ’ના પણ ઉત્કૃષ્ટ કલાકાર હતા. ‘ભવાઈ’ લોકનાટ્ય ક્ષેત્રે ઘનશ્યામ નાયકનો ફાળો અમૂલ્ય છે. જ્યારે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે ઐશ્વર્યાને ‘ભવાઈ’ શીખવવાનો વારો આવ્યો ત્યારે ઘનશ્યામ નાયકને યાદ કરવામાં આવ્યા. તેમણે ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો, જેની ઝલક દર્શકો ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. એક્ટ્રેસ તેમને પોતાના ગુરુ માનવા લાગી હતી અને સેટ પર તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી હતી.

12 મે 1945ના જન્મેલા ઘનશ્યામ નાયકે બાળપણથી જ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે આશરે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત 350થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું. નાટકો, ફિલ્મો હોય કે પછી ભવાઈ, તેમણે આખું જીવન અભિનય અને કળાને સમર્પિત કરી નાખ્યું હતું. તેમને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કારણે મળી હતી.

જોકે તેમણે તરક મહેતા પહેલાં ‘ખિચડી’, ‘એક મહલ હો સપનોં કા’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘છૂટા છેડા’ વગેરે જેવા શોમાં યાદગાર રોલ કર્યા હતા. તેઓ અભિનયને એટલા વરેલા હતા કે તેમણે જૂન મહિનામાં કેન્સરની સારવાર દરમ્યાન એવું જણાવ્યું હતું કે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે અને મૃત્યુ પણ મેકઅપ સાથે ઈચ્છે છે.

 

You Might Also Like

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુરગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે જીટીયુની પરીક્ષા મંગળવારથી લેવાશે
Next Article નુટુકાકાને અલવિદા: ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં હતા આ કલાકારો, ભીની આંખોએ આપી વિદાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કૉંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’: ભાજપના બિનહરીફ પ્લાન સામે કોંગ્રેસની કિલ્લેબંધી

Khaskhabar Editor Khaskhabar Editor 58 seconds ago
ગુજરાત સરકારના મંત્રીઓનો ‘ડિજિટલ અવતાર’: જનસંપર્ક માટે સોશિયલ મીડિયા બન્યું નવું હથિયાર
ભાજપ માટે ચિંતાજનક: સંમેલન-શપથવિધિ કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ગેરહાજરી
ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?
બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીના પુત્ર પાસેથી પૈસા પડાવ્યા: ડૉક્ટરોની બેદરકારીથી માતાનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનોરંજન

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?