ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના યોગ કો-ઓર્ડિનેટર વાલજીભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના કોચ પૂજાબેન ગઢીયા અને યોગ ટ્રેનર સોનલબેન પટેલ દ્વારા હળવદમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદના સરા રોડ પર આવેલી તક્ષશિલા સંકુલમાં કરાયેલા યોગ સંવાદના આયોજનમાં પતંજલિ નર્સિંગ કોલેજની બહેનો અને તક્ષશિલા વિદ્યાલયના 250 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો જેમાં યોગ સંવાદમાં યોગિક શ્વસન, મુદ્રા ચિકિત્સા તેમજ યોગનું આપણા જીવનમાં મહત્વ, યોગ ટ્રેનર તાલિમ શિબિર અને યોગના માધ્યમથી કેવી રીતે કેરિયર બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાથે જ તક્ષશિલા સંકુલના એમ.ડી. ડો. મહેશ પટેલે પતંજલિએ આપેલા યોગદર્શનની કેટલીક કારીકાઓની છણાવટ કરી હતી. આ પ્રસંગે કચ્છ ઝોન યોગ કો-ઓર્ડિનેટર વિજયભાઈ શેઠ પણ ઉપસ્થિત રહ્યાં હતા.