મોરબી શહેર વાસીઓએ વહેલી સવારે યોગ અભ્યાસ કરી કર્યો નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
- Advertisement -
યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે. યોગ વિશે કહેવાયું છે કે, પર્ણીં પ્યપણળજ્ઞક્ષળ્રૂળજ્ઞ ્રૂળજ્ઞઉં ઇટ્ટ્રૂરુધઢ્રિૂટજ્ઞ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. યોગ સંસ્કૃતિ એ આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશન્સની મહાસભાએ 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, 21 મી જૂન, 2015 થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીમાં આપણી ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. મોરબી શહેરી કક્ષાના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કશ્યપ પંચાલ, અગ્રણીઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.