ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની વાવાઝોડાની સંભવિત આગાહીના પગલે ગરી સોમનાથના વેરાવળ બંદર અને જુનાગઢ જિલ્લના માંગરોળ બંદર ઉપર એક નંબરનનું સિગ્નલ લગાવામાં આવ્યું છે આગામી વાવઝોડાના સાવચેતીનાં ભાગરૂપે સોરઠના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવીને તમામ માછીમારોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સુચના અપાઇ છે. જયારે માંગરોળ બંદરની બોટો હાલતો દરિયામાં માછીમારી કરવા ગયેલી પરંતુ જો વાવાઝોડાનો ખતરો વધશે તો તેમને પણ પરત બોલાવી લેવા અથવાતો નજીકનાં બંદરમાં ખસીજવા સુચના અપાશે તેની સાથે દરિયો ખેડવા ગયેલ માછીમારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.