સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં
ખેડૂતો દ્વારા જબબર વિરોધ: નવી રેલવે લાઇન કેન્સલ કરવા માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇન ના વિરોધ માં ખેડુતો ની મીટીંગો થઈ રહી છે .સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે બાદલપરા બાદ બીજી મિટિગ મળી હતી જેમાં ખેડૂતો દ્વારા જબબર વિરોધ કરી રહ્યા છે અને હવે બીજી મિટિંગ પણ મળશે અને આ નવી રેલવે લાઇન કેન્સલ કરવા માંગ કરી રહ્યા છે.
શુક્રવારે તા.10 ના વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇન ના વિરોધ માં ખેડુતો ની મીટીંગ મળેલ. આ મીટીંગ માં ખેડુતો એ આ નવી ઔધોગિક રેલ્વે લાઇન નો જબરદસ્ત વિરોધ કર્યો અને બધા ખેડુતો એકજ નારો જાનદેગે જમીન નહીં દેંગે.આ રેલ્વે લાઇન નું તા.20/01/2019 માં જાહેરનામુ બહાર પાડયું હતું અને બધા ખેડુતો એ 4000 વાંધા અરજીઓ આપેલ, રેલ્વે મંત્રીશ્રી, રેલ્વે જી.એમ.સાહેબ અને જિલ્લા કલેકટર સાથે મીટીંગો અને આવેદનપત્ર આપેલા છે અને ખેડુતો ને આશ્ર્વાશન આપેલ.ખેડુતો ની એકજ માગ છેકે વેરાવળ થી વાયા તાલાળા પ્રાચી થી કોડીનાર ને બ્રોડગેજમાં રૂૂપાંતર કરે.આમા સાસણગીર ના પર્યટન ઉદ્યોગ ને પણ ફાયદો થશે.જેથી આ નવી રેલ્વે લાઇન કેન્સલ કરે અન્યથા આ ઉગ્ર આંદોલન કરીશું.આ નવી ઔધોગિક રેલ્વે લાઇન ના વિરોધ માં ખેડુતો અને ખેડુત આગેવાનો દ્વારા આજે શનિવારના રોજ બપોરે 2 વાગે સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે મહાબળેશ્ર્વર મહાદેવ ના સાનિધ્ય માં ખેડુતો નું આંદોલન બાબતે
મીટીંગ રાખેલ છે.