By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    20 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    21 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    20 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    21 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.
Shailesh Sagpariya

જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.

Khaskhabar Editor
Last updated: 2024/06/15 at 4:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે, જ્યારે દરિદ્ર વ્યક્તિનું તો બધું શૂન્ય છે.

કથામૃત: આ કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પરંતુ વાસ્તવિક હકીકત છે. કોઈ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે ફરવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વણિક સાથે થયો. બંને વડીલો વાતે વળગ્યા.
વણિક: શું બાપા કેમ છો ? જીવન કેવું વીતે છે ?
પટેલ: અરે ભાઈ, શું વાત કરું ? જેમ તેમ કરીને આ જીવન પસાર કરીએ છીએ. જે કંઈ હતું એ બધું દીકરાઓને વહેંચી દીધું. હવે એ ખાધા ખોરાકી આપે છે અને એમાંથી અમારું ગાડું ચાલે છે.
વણિક: તમારે બીજાં પર આધાર કેમ રાખવો પડે છે ? શું તમે કોઈ બચત નથી કરી ?
પટેલ: ના ભાઈ ના, કેવી બચતને કેવી વાત. આવી બચતો કરવાથી વળી શું ફેર પડે ?
વણિક: સાંભળો, હું તમને કહું કે બચત કરવાથી શું ફેર પડે. મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઈને મારા પિતાજીના હાથમાં આપ્યો, ત્યારે પિતાજીએ મને પૂછેલું કે, ‘બેટા, તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરીનો સ્વીકાર કરત કે નહીં ?’ મેં ‘હા’ પાડી એટલે એમણે કહ્યું કે બસ, આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે. અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે. એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કોઈ ઉપાડ કરવાનો જ નહીં. પોસ્ટ ઓફિસમાં રકમ ભરીને પછી ભૂલી જ જવાનું કે, મારી કોઈ રકમ પોસ્ટ ઓફિસમાં છે.
પટેલ: પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું થાય ?
વણિક: મારા ભાઈ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહિને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી, અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો. એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઈ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજસહિત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહિને 60,000 વ્યાજ મળે છે; જેમાંથી 30,000 મારો પૌત્ર જે ત્રણ વર્ષનો છે, તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમા કરાવું છું અને બાકીના 30,000 દર મહિને મારા દીકરાની વહુના હાથમાં આપું છું, અમને સાચવવા માટે.
પટેલ: ઓહો… આટલા બધાં રૂપિયા આપો તો તો પછી તમને તમારા દીકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઈ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?
વણિક: વહુ પાસે માંગવાની જરૂર જ નથી. કારણ કે મને દર મહિને 17,000 પેન્શન મળે છે. એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહિને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઈ જાઉં. અને એને પણ જલસા કરાવું. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દીકરીને ભેટમાં આપું છું. એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે.
પટેલ: વાહ, તમારું કહેવું પડે હો. તમે પાકા વાણિયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવું છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે, પણ આ નવી પેઢી તમે કર્યું એમ કરે, તો પાછલી જિંદગીમાં ઓશીયાળા ન રહેવું પડે એટલું પાકું.

- Advertisement -

બોધામૃત

બચતનું મહત્ત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ, અને આપણા ભવિષ્યને વધુ ઊજળું કરીએ.

You Might Also Like

શ્રમનો આદર

સૌથી મોટો મૂર્ખ

મને તમારો સમય આપો

વાત કરવાનો યોગ્ય સમય

શું આપણે જીવીએ છીએ ?

TAGGED: LIFE LESSONE, life story
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનાં પક્ષીઓ મળવાનું આભ લઈ આવતાં
Next Article મન હંમેશા ઈશ્વરમાં પરોવાયેલું રાખીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

શ્રમનો આદર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorShailesh Sagpariya

મને તમારો સમય આપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?