સૌરાષ્ટ્ર – કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસોસિએશન દ્વારા ડોગ શૉનું આયોજન
33થી વધુ પ્રજાતિના 400 શ્ર્વાને ડોગ શૉમાં ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા આજે (5 જાન્યુઆરી) શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ડોગ શોમાં 35થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્ર્વાનો ગુજરાતના વિવિધ શહેરોમાંથી રાજકોટમાં ભાગ લેવા આવ્યા હતા. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞ હાજર રહ્યા હતા. જેમાં ટોય બ્રીડમાં સિત્ઝુ પ્રજાતિના લાંબા વાળ સાથેના કૂકી ડોગે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે 40 વર્ષથી શ્ર્વાન પાળવાના શોખીન ડોગ લવરે કહ્યું કે, તમે તમારા સંતાનનું ધ્યાન જે રીતે રાખો છો તે જ રીતે આ ડોગ નું ધ્યાન રાખવું પડે છે.
શોમાં ટોય બ્રીડના ડોગ જોવા મળ્યાં છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્ર્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલમાં 15,000થી વધુ ડોગ લવર્સ શ્ર્વાન પાળી રહ્યા છે. ડોગ શોમાં પોમેરીયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, સેન્ડ બર્નાર્ડ, બિગલ, હસ્કી, સિટ્ઝુ, ચાવ ચાવ, ચિવાવા જેવા શ્ર્વાનોએ ભાગ લીધો હતો. શ્ર્વાન માલિકોને સારવાર-સંભાળ જેવી વિવિધ માહિતી પણ આપવામાં આવી હતી. સાથે જ ડોગ માટેના વિવિધ ફૂડ અને મેડિસિન બાબતે પણ માર્ગદર્શન અપાયું હતું. આ ડોગ શોમાં 1 કિલોના નાના ટોય બ્રીડ ડોગ સાથે 100 કિલોના કદાવર મોટી બ્રીડના ડોગ પણ જોવા મળ્યાં હતાં. ડોગના લાંબા વાળ રાખ્યા છે, જેનો પ્રમથ ક્રમ મળ્યો: મિતલ રાજકોટમાં રહેતા મિતલ ભીલાએ જણાવ્યું હતું કે, મારા ડોગનું નામ કૂકી છે અને તે એક સિત્ઝુ છે. જે બહુ સારી અને શાંત પ્રકારની બ્રીડ છે અને ફેમિલીમાં ખૂબ જ સારી રીતે રહે છે. તેની માવજત પણ ખુબ જ સરળ હોય છે. સમયસર જમાડવાનું હોય છે અને અઠવાડિયામાં એક વખત નવડાવવાનું હોય છે. ડોગ તો ઘણા સમયથી રાખું છું, પરંતુ આ નાની બ્રીડ પ્રથમ વખત રાખી છે. મને પહેલેથી જ ડોગ ખૂબ જ ગમે છે અને મારા લગ્ન બાદ સસરાના ઘરે પણ તમામ ડોગ લવર્સ છે. આ ડોગના લાંબા વાળ રાખવા ખૂબ જ અઘરા હોય છે. કારણ કે, તેની માવજત રાખવી પડે છે, પરંતુ મેં આ ડોગના લાંબા વાળ રાખ્યા છે અને તેને કારણે જ મને પ્રથમ ક્રમ મળ્યો છે.
બાળકોની જેમ ડોગની કાળજી રાખવી પડે: કમલેશ ડોડીયા રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી ડોગ લવર્સ તરીકે જાણીતા કમલેશ ડોડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલ શ્ર્વાનની મોટાભાગની તમામ બ્રીડ મળી રહે છે. હાલ જર્મન શેફર્ડ અને ડોબરમેન જેવી બ્રીડ તો છે જ, પરંતુ એ સિવાય મીનપીન, પીટબુલ, લેબ્રાડોર, સીત્ઝુ સહિતની બ્રીડના ડોગ લોકો પોતાના ઘરમાં પાળી રહ્યા છે. આ ડોગના બ્રીડ સ્ટાન્ડર્ડ માટેનો આ શો છે. આપણે આપણા બાળકની જે રીતે કાળજી રાખીએ છીએ તે જ રીતે આ ડોગની માવજત રાખવી પડે છે. ડોગ શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો: ભુવનેશ પંડ્યા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પેટ શોપ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભુવનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, દરવર્ષે ડોગ શોનું આયોજન આપણે કરીએ છીએ અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ અહીં 35 જેટલી નવી બ્રિડ શોમાં આવેલી છે. રાજકોટના લોકો રૂ. 5 લાખ સુધીની કિંમતના ડોગ પોતાના ઘરમાં પાળી રહ્યા છે. અત્યારે કેનફોર્સો પ્રજાતિ દેખાવા લાગી છે. હાલ અહીં માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતમાંથી પણ અમુક લોકો પોતાના ડોગ લઈને અહીં આવ્યા છે.